Book Title: Bhadrankarvijayjina Saniddhyani Divya Palo
Author(s): Babubhai Girdharlal Kadiwala
Publisher: Adhyatmik Sanshodhan ane Dhyan Kendra
View full book text
________________
૨૧૪
પરમ પૂજય પં.ભદ્રંકરવિજયજી પાસે મળેલો આ પ્રયોગ ૨૦૨૫થી સાધના કરતાં કરતાં જે અનુભવ થયો તે અભ્યાસ દ્વારા વાંચનાર સાધકોને ઉપયોગી બને તે રીતે અહીં રજુ કર્યો છે. આ પ્રયોગ મુજબ સાધના કરીને સૌ મોક્ષ માર્ગના સાચા સાધક બને તે અભિલાષા. મહાવિદેહ ધ્યાન પ્રયોગની થીયરી
આંતરમન :- મનુષ્ય, તિર્યંચ, દેવ, નારકીમાં આપણો જીવ અનંતકાળથી પરિભ્રમણ કરી રહ્યો છે. આ ચાર ગતિના દુઃખોમાંથી છુટકારો મેળવવા માટે માર્ગ સૂઝતો નથી. તેથી કર્મને પરવશ- પણે કર્મ લઈ જાય ત્યાં જવું પડે તેવી આપણાં આંતરમનની સ્થિતિ છે.
Right Programmings. રાઈટ પ્રોગ્રામ.
કર્મની પરવશતામાંથી છુટવું છે. Ultimate freedom salvation . મોક્ષ પ્રાપ્ત કરવો છે. કર્મના બંધનમાંથી મુક્ત બની શુદ્ધ આત્મસ્વરૂપ પ્રગટ કરવું છે. તે માટેની સંપૂર્ણ સામગ્રી દેવ, નારકી કે તિર્યંચગતિમાં નથી. મનુષ્યગતિમાં પણ મહાવિદેહક્ષેત્રમાં, જયાં વિહરમાન તીર્થંકરો વિચરી રહ્યા છે, ત્યાં આપણો જન્મ થાય, જન્મતાં જ નમસ્કાર મંત્ર સંભળાવનાર માતા મળે, આઠ વર્ષની ઉંમરે વિહરમાન તીર્થંકર ભગવાન શ્રી સીમંધર સ્વામી પ્રભુ પાસે દીક્ષા લઈએ અને પ્રભુ આજ્ઞા મુજબ જીવન જીવીને આપણું પૂર્ણ શુદ્ધસ્વરૂપ પ્રગટ કરી, અનંતસુખ અને આનંદ પ્રાપ્ત કરીએ. આવો આવતા જન્મ માટેનો સાચો પ્રોગ્રામ બનાવવો.
Data : બેઝીક પ્રીન્સિપલ.
જે વસ્તુ આપણે મેળવવા ઈચ્છીએ છીએ, અગર આપણે જેવા બનવા ઈચ્છીએ છીએ, તેનું સ્પષ્ટ ચિત્ર આપણી સમક્ષ સાક્ષાત્ રૂપમાં ઉપસ્થિત કરવું. જેમ જેમ તે સંકલ્પ દૃઢ અને ચિત્ર સ્પષ્ટ હોય છે, તેમ તેમ તે વસ્તુ મળવાનાં અને તેવા બનવાના કારણો ઉપસ્થિત થાય છે અને કારણ ઉપસ્થિત થતાં કાર્યસિદ્ધિ અવશ્ય થાય છે. આપણી કલ્પનાશક્તિ વડે રચાતું ચિત્ર ભવિષ્યમાં થનાર આપણી સ્થિતિનો નમૂનો છે. આવું યથાર્થચિત્ર રચાયું એટલે બાકીનું કામ એની મેળે જ થવાનું છે. વિચાર જેટલો સ્પષ્ટ અને શુદ્ધ હશે અને જેટલો અંદર વધુ ઘૂંટાશે, તેટલો સ્કુલ સ્વરૂપ પ્રગટ કર્યા સિવાય રહેશે નહીં.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org