Book Title: Bhadrankarvijayjina Saniddhyani Divya Palo
Author(s): Babubhai Girdharlal Kadiwala
Publisher: Adhyatmik Sanshodhan ane Dhyan Kendra
View full book text
________________
૨૧૧
સ્વામી સિમંધરા વિનતિ, સાંભળો માહરી દેવ રે; તાહરી આણ હું શિર ધરૂં, આદરૂં તાહરી સેવ રે.
(સવાસો ગાથાનું સ્તવન. ઉ, યશોવિજયજી કૃત ઢાલ ૧૧મી)
ભવોભવ સેવા રે તમ પદ કમળની, દેજો દીન દયાળ, બે કર જોડી રે ઉદયરત્ન વદે, નેક નજરથી નિહાળ. - વિનતી માહરી રે સુણજો સાહિબા.....(૧)
મહાવિદેહની ધ્યાન યાત્રા કર્યા પછી, પ્રાર્થના કરી આપણે આંખ ઉઘાડીએ છીએ..........
સ્વામી
દિવ્ય અનુભૂતિ, દિવ્ય ભાવ, અદ્ભુત પરિણામની વિશુદ્ધ ધારાધ્યાનમાં આપણે અનુભવી..
આંખ ઉઘાડીને બહાર જોઇએ અને જે જગત દેખાય છે. તે બહારના જગત કરતાં, અંદરનું જગત ઘણું મોટું છે.
""
પુગ્ગલ અપ્પા બિહું પખે થપ્પા.'' પુદ્ગલ અને આત્માને પરમાત્માએ જુદા પાડી આપ્યા. અને આપણે દેહથી ભિન્ન ચૈતન્ય સ્વરૂપ આત્મા છીએ તેવી સભાનતા, પ્રતીતિ, અનુભવ થયો. દિવ્ય આનંદ અને આત્મિક સુખનો અનુભવ કરવાનો માર્ગ આપણા માટે ખુલ્લો થઇ ગયો. આ દેહ અને તેનું નામ તે હું છું તેવો અહંભાવ, અને કર્મકૃત ભાવોમાં મારાપણાની બુદ્ધિ નાશ પામી. અને હું શુદ્ધ આત્મ સ્વરૂપ છું. અનંત આનંદ અને સુખનું પરમ નિધાન, અચિંત્ય શક્તિનો સ્વામી, કેવળજ્ઞાન આદિ અનંતગુણનો ભંડાર, ચૈતન્યરૂપ, સત્તાએ શુદ્ધ આત્મા છું-તેવા ભાવો ઉત્પન્ન થયા. દીપક ઉપર આચ્છાદન કરવામાં આવે ત્યારે પ્રકાશ દેખાતો નથી. આચ્છાદન દૂર કરીએ ત્યારે પ્રકાશ દેખાય છે. પરંતુ આચ્છાદન સમયે કે આચ્છાદન દૂર કર્યું તે સમયે દીપક તો એવો જ પ્રકાશિત હતો તેમ આત્માની ‘‘આત્મ જ્યોતિ’' નિરંતર પ્રકાશિત જ છે. તેવું ભાન સીમંધર સ્વામી ભગવાનની કૃપાથી થયું. હજી પણ પ્રભુની દેશનાના ભાવો ઉલ્લસિત થઇ રહ્યા છે. વિભાવ દશા અને સ્વભાવ દશાનો ભેદ સમજમાં આવ્યો. નિશ્ચય અને વ્યવહારનો સમન્વય થયો .
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org