Book Title: Bhadrankarvijayjina Saniddhyani Divya Palo
Author(s): Babubhai Girdharlal Kadiwala
Publisher: Adhyatmik Sanshodhan ane Dhyan Kendra
View full book text
________________
૨૦૨
હું શુદ્ધ આત્મસ્વરૂપ જ છું - તેવું દઢીકરણનું ભાવન ચાલુ રહ્યું. અનિવૃતિ કરણ થયું. તે ભાવની ધારા ચઢતી ગઈ.
(થોડી ક્ષણ અહીં ધ્યાનમાં સ્થિર બનવું ....)
અને પરદ્રવ્ય પરમાણુ માત્ર પણ મારું નથી – તે ભાવમાં મિથ્યાત્વનું એક પણ દલિક ઉદયમાં નથી. એટલે આત્મા સિવાયના અન્ય પદાર્થમાં અહં, મમત્વરૂપ એક પણ વિકલ્પ નથી ( અંતરકરણની સ્થિતિ છે.) માત્ર શુદ્ધ ચૈતન્યરૂપ અપૂર્વ કરણ ( કરણ = અધ્યવસાય ) ભાવમાં સ્થિરતા છે. અંતર્મુહૂર્ત આ ભાવમાં - ધ્યાનમાં સ્થિર બનવું...
અહીં અપૂર્વ એટલે કદી નહિ અનુભવેલો અને કરણ એટલે અધ્યવસાય ઉત્પન્ન થયો છે. અપૂર્વકરણ રૂપ મહાસમાધિ ભાવમાં થોડી ક્ષણ સ્થિર બની અનુભવ કરવો.
અપૂર્વ ઉલ્લાસ અને આનંદ અનુભવવો......
(ધ્યાન કરવું.) મિથ્યાત્વ મોહનીયનો ક્ષયોપશમ થતાં આત્મ અનુભવરૂપ સમ્યગ્દર્શન સમ્યજ્ઞાન ઉત્પન્ન થયું.
(આતમજ્ઞાનકો અનુભવ દર્શન, સરસ સુધારસ પીજીએ- )
પ્રભુ નિર્મળ દર્શન કીજીએ) આવા ભાવે ચઢતાં નિર્મળ આનંદનો અનુભવ થયો. દેહથી ભિન્ન હું આત્મસ્વરૂપ છું તેવી પ્રતીતિ થઈ.....
પરમાત્માની અમૃતવાણીના ભાવો સંભળાય છે
"જેવું તારૂં આત્મચૈતન્ય છે તેવુંજ ચૈતન્ય જગતના જીવ માત્રમાં છે. સર્વ જીવો આત્મ સમાન છે.”
સર્વ જીવો સિદ્ધ ભગવંતના સાધર્મિક, સત્તાએ અનંત ગુણના વૃંદ, મહાસુખના કંદ છે. સર્વ જીવો પ્રત્યે અહિંસક ભાવ પ્રકટાવ. તેમના કલ્યાણ માટે, રક્ષણ માટે ઉત્સાહિત બન. જેને હણે છે, તે તું પોતે જ છે તેવું સમજ, અને સમજીને ષટ્ જીવનિકાયના રક્ષણ અને હિતને માટે અહિંસાદિક મહાવ્રતો માટે ઉઘમવંત બન.
જે રીતે દીપક ઉપર આચ્છાદાન કરનારી વસ્તુ મૂકવાથી પ્રકાશનો અભાવ થતો નથી, આચ્છાદાન સમયે અગર આચ્છાદન ન હોય તે સમયે દીપક તો તે જ સ્થિતિમાં છે; તે રીતે અનંત જ્યોતિસ્વરૂપ શુદ્ધ આત્મા - દેહ સંબંધ કે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org