Book Title: Bhadrankarvijayjina Saniddhyani Divya Palo
Author(s): Babubhai Girdharlal Kadiwala
Publisher: Adhyatmik Sanshodhan ane Dhyan Kendra
View full book text
________________
૧૮૭ પૂ. ગુરૂ મહારાજની આંખોમાં જિન આજ્ઞા ભાવિતતા સ્પષ્ટ દેખાતી. જિન આજ્ઞા પ્રત્યેનો તેમનો આદર અતિ અદ્ભુત હતો. શાસ્ત્રના શબ્દોનું અનુભવાત્મક અર્થઘટન પૂજય ગુરૂ મહારાજ પાસેથી સાંભળેલું તેને આપણા અનુભવમાં લાવવા અને જન્માન્તરમાં તેના સંસ્કાર સાથે લઈ જવા માટેની સાધનાનો પ્રયોગ અહીં રજુ થાય છે. જન્માન્તરમાં પણ એકડે એકથી ઘુંટવાની જરૂર ન પડે અને અધુરી સાધના આગળ વધે તે માટે સાધના મૂળ આપણા અંતઃ સ્તર સુધી ઊંડા ઉતરે તેવી પ્રેરણા આ મહાવિદેહ ધ્યાન પ્રયોગમાં મળી રહેશે...
પ્ર. આવતા જન્મમાં કયાં જવું છે? ઉ. કર્મસત્તા જયાં લઈ જાય ત્યાં. આ જવાબ જિન શાસનનું રહસ્ય પામ્યા પછી ન હોઈ શકે. તો શું આપણે જ્યાં ઈચ્છીએ ત્યાં જઈ શકીએ? હ. અવશ્ય જઈ શકીએ. તો ચૌદ રાજલોકમાં ચારગતિમાં સલામત અને શ્રેષ્ઠ સ્થળ કયું?
નરક તિર્યંચ ગતિ તો કોઈ ઈચ્છતું નથી. દેવલોકમાં સુખ છે પણ ત્યાં એટલું બધું આકર્ષણ હોય છે કે જીવ તેમાં આસકત બને તો એકેન્દ્રિયમાં જાય અને ભવભ્રમણ વધી જાય.
આ જન્મની અધુરી સાધના પૂર્ણ કરવા માટે મનુષ્ય જન્મસર્વ શ્રેષ્ઠ છે. મનુષ્ય જન્મમાં સાધના માટે સર્વશ્રેષ્ઠ સ્થળ કયું? જયાં સાક્ષાત્ ભાવ જિનેશ્વર ભગવંત વિચારી રહ્યા હોય, અને મોક્ષની સાધના માટે અનુકુળ સંયોગ સામગ્રી મળે તેવા માતા પિતાને ત્યાં જન્મ થાય, તે આવતા જન્મ માટેનું સર્વ શ્રેષ્ઠ પ્લાનીંગ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org