Book Title: Bhadrankarvijayjina Saniddhyani Divya Palo
Author(s): Babubhai Girdharlal Kadiwala
Publisher: Adhyatmik Sanshodhan ane Dhyan Kendra
View full book text
________________
૧૮૫
માછલી અને પાણી એકરૂપ છે. એકમેકમાં ઓતપ્રોત છે. મહિમા તો
જે નથી મળ્યું તેનો જ થઇ શકે.
જે પામ્યા હોઇએ તેનો તો ઉત્સવ જ થઇ શકે. પ્રેમ એટલે અસ્તિત્વના ઉત્સવનું સુમધુર સંગીત.
દૂર હોવા છતાં નિકટતાનો અનુભવ તે પ્રેમનો પ્રસાદ છે. પ્રેમયોગ એ જ જીવન યોગ છે વન તો વહી જવાનું છે. પરંતુ વહેતી વખતે પ્રભુ પ્રેમ અને તેનો આનંદ પામવાની દિવ્ય ઝંખના વગર જીવનની મધુરતા મળતી નથી. સબસે ઊંચી પ્રેમ સગાઈ,
-
A
પ્રભુ પ્રેમનો મધુરરસ પરમાનંદમાં પ્રગટાવવા માટે “મૃત્યુ એ મહા મહોત્સવ છે.”
શું જોડી મળી છે ભકત અને ભગવાનની ! (ભકતના સ્થળે દરેક સાધકે પોતાને ગોઠવવો) જાણે વૃક્ષની ડાળ ઉપર બે પંખી બેઠા છે. ચાંચમાં ચાંચ પરોવીને, પાંખમાં પાંખ ભરાવીને ધરતી અને આભ વચ્ચે પ્રણય ખેલખેલી રહ્યા છે. જાણે ચંદ્રવિકાસી કમળ ચંદ્રનો ઉદય થતાં પોતાના પ્રિયતમ ચંદ્રના દર્શને ખીલી ઉઠે છે.
માધવના પાછળ ગાંડી બનેલી મીરાંના પ્રેમની જેમ મારે મારા પ્રિયતમ અરિહંત પરમાત્માં સાથે પ્રેમ બંધાયો છે.
ગૌરી ગીરીશ ગિરિધર વિના,
Jain Education International
નવી ચાહે તો હો કમલા નિજ ચિત્ત કે,
તિમ પ્રભુશું મુજ મન રચ્યું.............
(હ૦ યશોવિજ્યજી) પ્રભુ સાથેની નિર્મળ પ્રિતીમાં અમારા બન્નેના જીવ એક તાંતણે બંધાયા “જાણે કાયા બે અને જીવ એક.”
ધ્યાનસ્થ અવસ્થામાં અમે ભેટયાં એકમેક થઇને અને ગાઢ આલિંગનમાં અનુભવનો મધુરસ સ્વાદ માણતાં માણતાં, આત્માના શુધ્ધ આનંદરસનું વેદન કરતા કરતા, પ્રેમપંથે આગળ વધ્યા.
For Private & Personal Use Only
www.jainelibrary.org