Book Title: Bhadrankarvijayjina Saniddhyani Divya Palo
Author(s): Babubhai Girdharlal Kadiwala
Publisher: Adhyatmik Sanshodhan ane Dhyan Kendra
View full book text
________________
૧૬૧
કર્યું. વાહ રે વાહ ! ફૂલ, પુષ્પ, કુસુમ જે કહો તે...તું પ્રભુપ્રેમ જાતે કરે છે અને પ્રેમના સંદેશવાહક બનીને જગતને પ્રભુ પ્રેમ માટે નિમિત્ત બનનાર હે ફૂલ ! હું તને નમસ્કાર કરૂં છું તું કેટલું મહાન છે !
એક સૌથી મહત્વની વાત કરીને આપણે ફૂલના પ્રકરણને પૂરૂં કરીએ. નમસ્કાર મહામંત્ર તો તીર્થંકર નામ કર્મ ઉપાર્જન કરાવવાનું સામર્થ્ય ધરાવે છે, પણ એક નવકા૨ ગણીને એક ફૂલ પ્રભુને ચઢાવે, તેવી રીતે એક લાખ નવકાર ગણીને એક લાખ ફૂલ ચઢાવે તે તીર્થંકર નામકર્મ ઉપાર્જન કરે. ફૂલ! તુા કેટલું મહાન છે ! તીર્થંકર નામ કર્મ ઉપાર્જનમાં તુભૂત પ્રભુ નમસ્કારની વચ્ચે તું આવી ગયું. તું મને બહુ ગમે છે. ફૂલ તું કેટલું મહાન છે !
મને કોઈએ પૂછયું : “પુરુષ જાતિ પ્રભુની પ્રિયતમા કેવી રીતે બની શકે ?”
પ્રભુ પ્રેમના પાઠ સમજાયા ન હોય તેને આવો પ્રશ્ન થાય તે સ્વાભાવિક છે. પ્રભુનું મિલન આત્માથી આત્માનું મિલન છે. ગુજરાતી ભાષામાં આત્માનો નરજાતિમાં પ્રયોગ થાય છે. હિન્દી ભાષામાં આત્માનો નારી જાતિમાં પ્રયોગ થાય છે. હિન્દીમાં ‘મેરી આત્મા’ લખાય, ‘મેરા આત્મા’ ન લખાય આ તો બધો ભાષાનો વ્યવહાર છે. તત્ત્વથી હવે જોઈએ.
રોમરોમમાં પ્રભુ પ્રેમની મસ્તીમાં ઝુલતી ‘મીરાં’ વૃન્દાવન જાય છે. વૃન્દાવનનું પ્રેમસભર પ્રભુમય વાતાવરણ જોઈને મીરાંબાઈને વૃન્દાવનમાં રહેવાની ઈચ્છા થઈ. કોઈ સંતના આશ્રમમાં જઈને આશ્રમમાં રોકાવાની ઈચ્છા મીરાંબાઈએ સંત સમક્ષ પ્રગટ કરી.
સંત ઃ- અમારા પુરુષોના આશ્રમમાં એક સ્ત્રીને અમે કેવી રીતે રાખી શકીએ ?
મીરાં ઃ- આજ સુધી તો મને એવું જ લાગતું હતું કે
વૃન્દાવનમાં એક માત્ર ‘શ્રી કૃષ્ણ’ એ જ પુરુષ છે. બીજી બધી વ્યકિતઓ ગોપીઓ છે. (ગોપી એ ભકિતનું પ્રતીક છે.) પણ વૃન્દાવનમાં શ્રી કૃષ્ણ સિવાય બીજા પણ પુરુષ છે તે જાણીને મને આશ્ચર્ય થાય છે !
સંત પુરૂષ મીરાંબાઈના ચરણમાં ઝૂકી ગયા. હું પુરુષ છું તેવો અહં મારામાં છે ત્યાં સુધી શ્રીકૃષ્ણ મને ગોપી (ભકિતનું પ્રતીક) રૂપે નહિ સ્વીકારે તેનું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org