Book Title: Bhadrankarvijayjina Saniddhyani Divya Palo
Author(s): Babubhai Girdharlal Kadiwala
Publisher: Adhyatmik Sanshodhan ane Dhyan Kendra
View full book text
________________
૧૬૫
અનુભવ સંગે રે રંગે પ્રભુ મલ્યા, સફ્ળ છ્યાં સવિ કાજ; નિજપદ સંપદ જે તે અનુભવે,
આનંદધન મહારાજ
। = प्रभुना अले४ भिवमना इन लषे (सात्म अनुभव याने
સાક્ષાત્કાર અનુભવાય છે.)
આ લખાય છે ત્યારે હું ઊંઘું છું કે જાગું છું તેની મને કાંઈ ખબર નથી. શું લખું છું તેનું મને ભાન નથી, હું ભાનમાં છું કે બેભાન, નિદ્રામાં, છું કે તંદ્રામાં-કાંઈ ખબર નથી. હું તો અરિહંત પ્રભુ - પ્રિયતમના પ્રેમમાં ખોવાઈ ગઈ છું. ‘હું તેના પ્રેમમાં છું' તેના સિવાય મને કાંઈ ખબર નથી... મને કાંઈ ખબર નથી...મને કાંઈ ખબર નથી...
‘પ્રેમ’ નો અર્થ શબ્દકોષમાં નહીં મળે, પ્રેમનો અર્થ તીર્થંકરોના દર્શનથી સમજાય છે. અને તેમના ધ્યાન દ્વારા પ્રેમ શું છે તે અનુભવાય છે.
અરિહંત પરમાત્માના પ્રેમને કોઈ સીમા નથી. તે પ્રેમ કરે છે જીવ માત્રને. તે પ્રેમની કોઈ ક્ષિતિજો નથી, તેને કોઈ મર્યાદા નથી. અનંત જ્વરાશિ તેમના પ્રેમનું પાત્ર છે . અંરિહંત પ્રભુના પ્રેમમાં કોઈ લંબાઈ - પહોળાઈ નથી. આકાશ જેવો તેમનો પ્રેમ છે, આકાશની જેમ જગતના જીવ માત્રને તે પોતાના પ્રેમમાં સમાવી લે છે.
આ તત્ત્વ ગુરુમુખથી જાણ્યા પછી મારો પ્રેમ પ્રિયતમ સાથે છે, તેથી પ્રિયતમના સંબંધીઓ તે મારા સંબંધીઓ બની જાય છે. એક પુરુષ સાથે એક સ્ત્રીનું લગ્ન થાય છે તેની સાથે પતિના માતા-પિતા, ભાઈ-બહેનો, સગાંસંબંધી બધા જ પત્નીના, સંબંધીઓ બની જાય છે.
ભારતીય સંસ્કૃતિની નારી માટે સંબંધોનો વિસ્તાર થવો એ ખીલવાનો પર્યાય છે.
સાધક-પરમાત્મા સાથે પ્રેમ કરે છે ત્યારે તેનો વિસ્તાર જીવસૃષ્ટિ રૂપી વૃક્ષની ડાળીઓમાં સંચાર પામે છે. પાંદડાં એક બીજાને ભેટે છે, અને આવા વૃક્ષને મધુર રસવાળાં ફૂલ અને ફળ આવે છે.
હું પ્રેમમાં છું, મારા પ્રિયતમ સાથે અને મારા પ્રિયતમ અરિહંત પ્રભુનો પ્રેમ સકળ જીવરાશિ સુધી પહોંચ્યો છે. મારા પ્રિયતમ સકલ જીવરાશિ સાથે
Jain Education International'
For Private & Personal Use Only
www.jainelibrary.org