Book Title: Bhadrankarvijayjina Saniddhyani Divya Palo
Author(s): Babubhai Girdharlal Kadiwala
Publisher: Adhyatmik Sanshodhan ane Dhyan Kendra
View full book text
________________
૧૫૭ ફૂલ આ સંદેશો પ્રિયતમને પહોંચાડે છે. સંદેશાનો પ્રભુએ સીધો જવાબ આપ્યો – “ઓમ્ તારા પ્રેમનો સ્વીકાર કરું છું. વહેલી સવારે મળીશું.
પ્રિયમતનો સંદેશો આવ્યો !...મારા શરીરમાં વીજળીનો ચમકારો પસાર થઈ ગયો ! રોમ રોમ ખીલી ઊઠયાં ! હું તો અવાફ થઈ ગયો ! દિક્યૂઢ બની ગયો ! ભાવોલ્લાસ ઉદ્ભવ્યો ! હવે મારા હૃદયને પ્રિયતમ પ્રભુના પ્રેમથી એવું શણગારું કે મારા પ્રિયતમ સદા હૃદયમાં બીરાજમાન રહે. ધ્યાનના ઊંડાણમાં અનુભવાતો અભેદ પ્રણય શાશ્વત રૂપે પરિણમે-અમારૂં ગાઢ આલિંગન શાશ્વત બને.
પ્રાચીન કાળમાં ભાટ ચારણો કોઈ દેશના રાજાની રાજકુમારીનું સર્વાગી વર્ણન બીજા કોઈ દેશના રાજાના દરબારમાં કહે અને તે સાંભળીને રાજા બીજા દેશની તે રાજકુમારી ઉપર મોહી પડે; તેમ અરિહંત પ્રભુનું - ગુરૂ મુખથી સર્વાગી વર્ણન સાંભળી હું અરિહંત ઉપર મોહી પડી, “પુરુષ છું” તેવો અહંકાર શુન્ય થઈ ગયો. સ્ત્રીસ્વભાવનું સહજ દાસત્વ ઉદ્ભવ્યું. સ્ત્રી હૃદયની પ્રેમાળ લાગણીની ગંગોત્રી મારા હૃદયમાં વહેવા લાગી. સમર્પણ, સેવા, પ્રેમ, લાગણી, વાત્સલ્ય, દાસત્વ વગેરે સ્ત્રી સહજ ગુણોથી હું ભરાઈ ગઈ.
પ્રિય વાચક મિત્રો ! આ બધું પૂ. ગુરુ મહારાજના એક મર્મભેદી વાક્યમાંથી બની ગયું - આ વિશ્વમાં પ્રેમ કરવા લાયક એક અને એક જ “અરિહંત' છે. આપણા પ્રેમના જવાબમાં પોતાના સર્વસ્વનું દાન આપે તેવા પ્રિયતમ માત્ર એક જ છે..અરિહંત અને અરિહંત જ છે. બીજાં કોઈ નહિ.”
મેં જયારે ગુરુમુખથી આ બધું સાંભળ્યું ત્યારે હું અવાક્ બની ગઈ. મન થંભી ગયું. થોડી ક્ષણ માટે હૃદય ધબકતું બંધ થઈ ગયું. શ્વાસ થંભી ગયો. ચૈતન્યના દિવ્ય પ્રવાહમાં હું અરિહંતના પ્રેમમાં ખોવાઈ ગઈ. અરિહંતની ચાહક બની ગઈ. મારા પ્રાણાધાર અરિહંત મને બહુ ગમી ગયા.
યૌવનના ઉંબરે ઉભેલી પ્રિયતમની વાટ જોતી પવિત્ર સ્ત્રી જેવી મારી હાલત થઈ ગઈ. તે સમયે પ્રિયતમના પ્રણય સુધી પહોંચવા માટે સંદેશ વાહક ફૂલ મળી ગયું. ફૂલ પણ મધુર સંદેશો પહોંચાડી જવાબ લાવ્યું. પ્રિયતમ તરફથી “વહેલી સવારે ધ્યાનમાં મળીશું જે ફૂલે મારા પ્રિયતમની એપોઈન્ટમેન્ટ ગોઠવી આપી તેને પણ કૃતજ્ઞભાવે યોગ્ય ન્યાય આપવા મંથન શરૂ થયું.
ગુર્જર સાહિત્યના રત્ન સમાન ગ્રÉ “સરસ્વતીચંદ્ર'ના સર્જક ગોવર્ધનરામ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org