Book Title: Bhadrankarvijayjina Saniddhyani Divya Palo
Author(s): Babubhai Girdharlal Kadiwala
Publisher: Adhyatmik Sanshodhan ane Dhyan Kendra
View full book text
________________
૧૫૪ રૂપે પણ ઉદ્ભોધ કર્યો છે.
હવે વિશેષ પ્રકારે પ્રભુપ્રેમ - પ્રભુનું મધુર મીલન, અભેદ મીલન અનુભવ રસનો આસ્વાદ આપણે દિવ્યતા પૂર્વક અનુભવીએ.
વાચક મિત્રો ! પધારો. પ્રભુ પ્રેમના મધુર રસનું પાન કરીને અજરામર બની જઈએ. આવો, પધારો.. આપણે પરમાત્માનું મિલન કરીએ.
સાદિ અનંત ભાંગે પ્રભુ મિલન
મારા પ્રિયતમ પ્રભુને મારે મળવું છે. એવી રીતે મળવું છે કે મળ્યા પછી, કદી છુટા પડવું ન પડે જયોતિમાં જયોતિ મળે તેમ એકમેક મળી જવું છે. કદી છૂટા પડવું ન પડે તેવા મેળાપનું સ્થળ સિદ્ધશીલા છે, મોક્ષ છે.
“રીઝયો સાહિબ સંગ ન પરિહરે રે, ભાંગે સાદિ અનંત” | (પૂ. આનંદઘનજી કૃત ઋષભદેવ ભનું સ્તવન.).
“સાદિ અનંત ભાંગે” એટલે જેની આદિ છે, પણ અંત નથી - તેવી રીતે મળવું છે. જે મેળાપનો કદી અંત ન હોય તેવી રીતે અનંત કાળ એકમેક થઈને રહેવું છે. જ્યાં અનંત સુખ અને આનંદ ભર્યો ભર્યો છે.
મોક્ષની ઈચ્છા એટલે પ્રભુ મીલનની તીવ્ર ઈચ્છા. આ ઈચ્છા પૂરી કરવા માટે અહીં પૃથ્વી ઉપર પ્રભુમીલનની કળા શીખવી પડે છે.
પ્રભુને મળવું એટલે પ્રભુ આકારે ઉપયોગનું પરિણમન યાને અરિહંતાકાર ઉપયોગનો સતત પ્રયોગ. ઉપયોગ પલટાય એટલે મીલનમાં ભંગ પડે છે - આવી સ્થિતિ હવે અસહ્ય થઈ છે. મળવું અને ઘડી ઘડી છૂટા પડવું હવે ખમાતું નથી. માટે હવે સિદ્ધશીલા ઉપર સ્થિર થઈ, જયોતિમાં જયોતિ મળી જવા રૂપ પૂર્ણ મીલનની અતિ તીવ્ર ઝંખના થઈ છે તે પૂરી કરવા માટે હે માસ પ્રિયતમ અરિહંત પ્રભુ ! હે મારા પ્રાણાધાર પ્રિયતમ પ્રભુ! તમે આજ સુધી અનંતનું આવું અભેદ મીલન કરાવ્યું છે; હવે રડવડાવશો. નહિ વિરહની એક ઘડી વરસ સમાન બની ગઈ છે. પ્રેમનો વિરહઅગ્નિ હવે સહન થઈ શકતો નથી. પ્રભુ ! તમે મને એવી રીતે મળો કે કદી છૂટા પડવું પડે નહિ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org