Book Title: Bhadrankarvijayjina Saniddhyani Divya Palo
Author(s): Babubhai Girdharlal Kadiwala
Publisher: Adhyatmik Sanshodhan ane Dhyan Kendra
View full book text
________________
૧૪૭
હે કરુણાના સાગર, કૃપાના અવતાર, દયાના સમુદ્ર, વાત્સલ્યરસના ભંડાર, અરિહંત પરમાત્મા! તમારા અદ્ભુત સ્વરૂપે અમારા ઉપર કામણ કર્યું છે. તમારી લોકોત્તર ઉપકારિતા, તમારી અનંત કરુણામય અમૃત ઝરતી દૃષ્ટિ, અમે નિગોદમાં હતા ત્યારથી જ એટલે કે અનંતકાળથી તમારી અમને તારવાની વિશ્વકલ્યાણકારી ભાવનાએ અર્થાત્ આપના આવા મહાન ગુણોએ અમારું ચિત્ત ચોરી લીધું છે.
વળી આપનું મૂળ સ્વરૂપ - આત્માનું દિવ્ય સચ્ચિદાનંદ સ્વરૂપ, આપનું કેવળ જ્ઞાન, આત્માનું અનંત શકિતયુકત ગુણમય સ્વરૂપ, શુદ્ધ ચિદાનંદઘન ચેતન સ્વરૂપ દેખી, હવે અમે એવો વિચાર કર્યો છે કે અમે પણ ભક્તિનું કામણ કરીને આપને અમારા મનરૂપી ઘરમાં સદા રાખીશું. અમારા મનમાં એવી ભકિત ધારણ કરીશું, કે તમે ક્ષણ પણ ત્યાંથી ખસી ન શકો. અમારા સ્મરણ પટ ઉપર તમને સદા ધારણ કરી રાખીશું અને આપને બિરાજમાન કરીને અમારા મનમંદિરને આપના ગુણોથી વાસિત કરીને દિવ્ય રીતે શણગારીશું.
“મન ઘરમાં ધરીયા ઘર શોભા,
દેખત નિત્ય રહેશો થિર થોભા,
મન વૈકુંઠ અકુંઠિત ભક્ત,
યોગી ભાખે અનુભવ યુક્તે.”
અકુંઠિત ભકિત દ્વારા એટલે અમારા ઉપયોગને કુંઠિત થવા દીધા સિવાય, એટલે અરિહંત આકાર ઉપયોગના સતત પ્રયોગ દ્વારા અમે આપની ભકિત કરીશું કે અનુભવજ્ઞાની મહાપુરુષોએ જે રીતે ધારાબદ્ધ રીતે ઉપયોગને આપના સ્વરૂપમાં જોડવા દ્વારા જે રીતે પરમાત્મ સ્વરૂપનો અનુભવ કર્યો તે રીતે અમે પણ અનુભવ કરીશું.
“ધ્યાતા ધ્યેય ધ્યાન સવિ એકે,
Jain Education International
ભેદ છેદ કરશું હમે ટેકે;
ખીરનીર પરે તુમશું મીલશું,
વાચક યશ હે દેજે હળશું.” ધ્યાતા આપણો આત્મા છે, ધ્યેય પરમાત્મા છે અને ધ્યાન પ્રક્રિયા છે. જે સમયે ધ્યાતાનું ચૈતન્ય ધ્યેયમાં નિષ્ક થઈ જાય છે, ધ્યાતાનો ઉપયોગ
For Private & Personal Use Only
www.jainelibrary.org