Book Title: Bhadrankarvijayjina Saniddhyani Divya Palo
Author(s): Babubhai Girdharlal Kadiwala
Publisher: Adhyatmik Sanshodhan ane Dhyan Kendra
View full book text
________________
૧૩૨
અભયકુમાર જેવી ધર્મનિષ્ઠ વિચક્ષણ બુદ્ધિ
બૌદ્ધિક લેવલ ઉપર વિચાર વિમર્શ વખતે અભયકુમાર યાદ આવ્યા વગર રહેશે નહિ. જિનેશ્વરના માર્ગને અનુસરનારી શાસ્ત્ર ચક્ષુથી સંમત ભાવોથી ભરેલી, સાંભળનારની બુદ્ધિને અપીલ કરનારી, “ઘણું સાંભળે અને બોલે થોડું” અને મૌનપણે સાંભળેલાનો જવાબ એક બે વાક્યમાં આપે ત્યારે સાંભળનારની બુદ્ધિને અપીલ થાય તેવું બુદ્ધિનું ઉત્તમ સ્વરૂપ પૂ. ગુરુ મહારાજમાં દેખાતું.
બુદ્ધિના અહંકારમાં રાચતા છતાં સત્યના પક્ષપાતી એવા બુદ્ધિમાન પુરુષો તેમની પાસે આવતા. એ આવનાર બુદ્ધિવાદીનું ભાષણ મૌનપણે સાંભળે. તે પછી મધુર વાક્યોમાં જવાબ આપે. તે સાંભળી બુદ્ધિવાદને શાસ્ત્રવાદમાં પલટાવવાની દિવ્ય કળાના ભંડાર પૂ. ગુરુભગવંતની બુદ્ધિનો અનુભવ કરતી વખતે અભયકુમાર જરૂર યાદ આવે.
સત્ય બનેલી ઘટના
પૂ. ગુરુમહારાજ પાસે સાધક બેઠેલો છે. એક ભાઈ ગુરુમહારાજ પાસે આવ્યા. તે કહે છે - “મારા ઘરમાં ઘણી મોટી કિંમતનું સોનું - ચાંદી દાટેલાં છે.”
પૂ. ગુરુમહારાજ : - “શા માટે આ સંપત્તિ જમીનમાં રાખી મૂકી છે?”
તે ભાઈ : - “જીવનમાં કોઈ વખત મુશ્કેલી આવે, કાંઈ પણ ઉપાધિ આવી પડે કે ભવિષ્યમાં છોકરાને કાંઈ ઉપાધિ આવે તો તેવે વખતે કામ લાગે તે માટે આ રાખેલું છે.”
પૂ. ગુરુમહારાજ : - આ વિચારોથી તો તમે આપત્તિ, મુશ્કેલી અને ભાવિ પ્રજાને મુશ્કેલી આવે તેનું આમંત્રણ આપ્યું. તમારા આંતરમનમાં અંકિત કર્યું કે ભવિષ્યમાં મુશ્કેલી આવશે અને આ બધું તે વખતે વેચાઈ જશે.” - પેલા ભાઈ તો વિમાસણમાં પડી ગયા અને ચિંતાતુર બની ગયા. તેમણે પૂ. ગુરુમહારાજ પાસે માર્ગદર્શન માગ્યું કે હવે શું કરવું ? તે વખતે પૂ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org