Book Title: Bhadrankarvijayjina Saniddhyani Divya Palo
Author(s): Babubhai Girdharlal Kadiwala
Publisher: Adhyatmik Sanshodhan ane Dhyan Kendra
View full book text
________________
૧૩૦
રહેલાં કર્મોમાં એટલે કે દા. ત. બે મિનિટ પછી ઉદયમાં આવવાનાં સત્તામાં રહેલાં કર્મોમાં ફેરફાર થઈ શકે છે.
નિકાચિત કર્મ અવશ્ય ભોગવવું પડે છે. પ્રભુ મહાવીરસ્વામીને પણ નિકાચિત કર્મ ભોગવવાં પડેલાં. નિકાચિત કર્મ બહુ જ અલ્પ હોય છે. મોટા ભાગનાં કર્મ નિકાચિત નથી હોતાં. નિકાચિત કર્મના પણ ઉદય વખતે સમત્વ દ્વારા તેને નિરનુબંધી કરી શકાય છે.
“કર્મ નિકાચિત પણ ક્ષય જાયે, ક્ષમા સહિત જે તપ કરતાં’ ઉપાધ્યાય યશોવિજયજી મહારાજા તપ પદની પૂજામાં તપ દ્વારા નિકાચિત કર્મ પણ ક્ષય કરી શકાય છે તેવું કહે છે.
આ બધું જોતાં હવે આપણે જો નિરંતર શુભ અધ્યવસાયમાં રહીએ તો આપણા અશુભ કર્મને પલટાવવાની શકિત તે શુભ-અધ્યવસાયમાં છે. અને શુભ અધ્યવસાયનું પરમ અવલંબન નવપદનું ધ્યાન, નમસ્કાર મંત્રનું સ્મરણ, પ્રભુ ભકિત આદિ છે; માટે શુભ અધ્યવસાયના આલંબનનું નિરંતર સેવન કરવું અને અશુભ અધ્યવસાયના આલંબનોને છોડવા તે જ ઉપાય કર્મના બંધનમાંથી છૂટવાનો છે.
હવે પ્રશ્ન એક જ રહે છે કે કરેલું કર્મ અવશ્ય ભોગવવું પડે તેવું જે કહેવામાં આવે છે તેનું શું ?
કર્મ ભોગવવાના બે પ્રકાર છે. એક વિપાક ઉદયથી, બીજું પ્રદેશ ઉદયથી. દા. ત. એક માણસે ૧૦૦૦ ટાટા ઓર્ડીનરીના શેરો ૨૫૦ના ભાવે ખરીદ કર્યા. અને સાંજની ટ્રેઈનમાં તે માણસ આબુની જાત્રા કરવા ગયો. આઠ દિવસ આબુ રહ્યો. આઠ દિવસ સુધી તેને ભાવ જાણવા મળ્યા નથી. તે આઠ દિવસ દરમ્યાન ૨૫૦ વાળો ભાવ ઘટીને ૨૧૦ થઈ ગયો. અને તે ભાઈ આબુની જાત્રાથી ઘરે આવ્યા ત્યારે ૨૮૦નો ભાવ છે. હવે ૨૧૦ નો ભાવ થયો ત્યારે ૧૦૦૦ શેરમાં ૪૦૦00નું નુકસાન હતું. પરંતુ તે ભાઈને ખબર ન પડી. તે રીતે નુકસાન આવીને ગયું, તે પ્રદેશ ઉદયથી ભોગવ્યું કહેવાય. અને જ્યારે ઘરે આવે છે ત્યારે તો ૨૮૦ના ભાવ છે એટલે નફો જ દેખાય છે. વિપાક ઉદયથી કેવી રીતે ભોગવાય તે આ દૃષ્ટાંતથી જ જોઈએ. ૨૫૦ ના ભાવે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org