Book Title: Bhadrankarvijayjina Saniddhyani Divya Palo
Author(s): Babubhai Girdharlal Kadiwala
Publisher: Adhyatmik Sanshodhan ane Dhyan Kendra
View full book text
________________
ખાણરૂપ બની જાય છે. તેમજ તે પૂર્ણતાનું ભાન શુકલ ધ્યાનનું બીજ છે.
મહાયોગાચાર્ય આનંદધનજી પોતાના આત્મા સાથે ચિંતન કરે છે“પ્રભુ મેરે, તું સબ બાતે પૂરા. પારકી આશ કહાં કરે ! પ્રીતમ ! તું કિન બાતે અધૂરા !” “પરસંગ ત્યાગ, લાગ નિજ રંગશું; આનંદવેલી અંકુરા.”
વત્સ! તું સ્વમાં જીવ ! સ્વાધીન ઐશ્વર્ય અને સમૃધ્ધિના આત્મખજાનામાં સ્થિર બન ! એજ ઉપાય છે.
માટે જ ભકિતયોગાચાર્ય મહોપાધ્યાયજી ૩૫૦ ગાથાની ૧૮મી ઢાળમાં કહે છે
“જે અહંકાર મમકારનું બંધન શુધ્ધ નય તેહ છે, દહન જેમ બંધન શુધ્ધ નય દીપિકા મોક્ષ મારગ તણી, શુધ્ધ નય આથી છે સાધુને આપણી.”
સ્વને જોઈને સ્વનું મૂલ્યાંકન કર ! ભૂત-ભાવિના વિચારો છોડીને વર્તમાનમાં સ્વ-સ્વરૂપમાં લીન બની પરમ આનંદરસનું વેદન-અનુભવન કર.
આત્મ સ્વરૂપથી ભિન્ન પર વસ્તુનું સ્વામિત્વ કયાં સુધી તું કરીશ ? - જે વસ્તુ આ ક્ષણે તારી લાગે છે, તે બીજી ક્ષણે પરાઇ બની જાય છે. વસ્તુ પરિવર્તનશીલ છે, અનિત્ય છે. પરના પર્યાયને જોઇને, આપણા પર્યાય સાથે મૂલ્યાંકન કરવું તે જ અહ-મમત્વનું બંધન છે. સ્વ આત્મસ્વરૂપને જો, તેમાં લીન બન. તે રૂપ જીવન જીવ. એક ક્ષણ પ્રમાદ ન કર. સદા જાગૃત રહીને બદલાતી અવસ્થાઓની લીલા વચ્ચે સૈકાલિક ધ્રુવ આત્મતત્ત્વમાં સ્થિર બની આત્મરૂપે જીવન જીવ. (ઉપયોગને પર્યાયમાંથી દ્રવ્યમાં સ્થિર કર.) સુખ, સમાધિ અને આનંદમાં મગ્ન બન. તને સદા આનંદ હો ! સદા આત્મ સ્મરણ અને આત્મા રમણ હો !
સાધક- પ્રતિબુધ્ધ થયો, પ્રભુ! કૃતકૃત્ય બન્યો ! અનુગ્રહિત થયો. પ્રભુ! ધન્ય બન્યો ! ધન્યાતિધન્ય બન્યો !
ભાગ - ૧ સમાપ્ત
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org