Book Title: Bhadrankarvijayjina Saniddhyani Divya Palo
Author(s): Babubhai Girdharlal Kadiwala
Publisher: Adhyatmik Sanshodhan ane Dhyan Kendra
View full book text
________________
૫૭
નવપદોનું સમ્યગ્ પ્રકારે જ્ઞાન મેળવીને, નિરતંર તેનું ધ્યાન કરવું તે જ સમ્યગ્ બુદ્ધિનું ૫૨મ ફળ છે.
આવા નવપદોમાં આપણે શ્રીપાલ અને મયણાની જેમ કેવી રીતે લીન બનવું તે વિષે ગુરુમહારાજે બતાવેલ નવપદની આરાધના અને ધ્યાન.
નવપદની આરાધનાની પ્રથમ ભૂમિકા
નવપદની આરાધના જિનશાસનમાં ખૂબ જ પ્રચલિત છે, જેની શરૂઆત પ્રથમ ભૂમિકામાં આ રીતે કરીએ.
દરરોજની આરાધના :
(૧) નવપદ (દેરાસરમાં નવપદનો ગટ્ટો-મૂર્તિ હોય છે તે ) ની અષ્ટપ્રકારી પૂજા.
(૨) નવપદના નવ સાથિયા.
(૩) નવપદનાં નવ ખમાસમણાં. (અરિહંતપદ ધ્યાતો થો વગેરે દુહા
બોલીને)
(૪) નવપદની નવ માળાનો જાપ.
* નમો અરિહંતાણં * નમો સિધ્ધાણં
ૐ હ્રીઁ નમો આયરિયાણં
ૐ હ્રીં નમો ઉવજઝાયાણં મૈં નમો લોએ સવ્વસાહૂણં
ૐ હ્રીઁ નમો હઁસણસ
ૐ હ્રીઁ નમો નાણસ્સ
ૐ હ્રીં નમો ચારિત્તસ
ૐ હ્રીં નમો તવસ્ત
(૫) ઈચ્છાકારેણ સંદિસહ ભગવન્! નવપદ આરાધનાર્થે કાઉસગ્ગ કરૂં? એ રીતે નવપદની આરાધના નિમિત્તે નવ લોગસ્સનો કાઉસગ્ગ. (૬) નવપદનું ચૈત્યવંદન. અનુકૂળતા હોય તો સ્તવનમાં ઉપાધ્યાય યશોવિજયજી વિરચિત નવપદની એક પૂજા ગાવી. પહેલા દિવસે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org