Book Title: Bhadrankarvijayjina Saniddhyani Divya Palo
Author(s): Babubhai Girdharlal Kadiwala
Publisher: Adhyatmik Sanshodhan ane Dhyan Kendra
View full book text
________________
૫૮
અરિહંત પદની પૂજા. બીજા દિવસે સિદ્ધપદની પૂજા. આ રીતે દશમા દિવસે ફરીથી અરિહંત પદની પૂજા આવશે.
(૭) શ્રાવકોચિત નવકારશી, ચોવિહાર, અભક્ષ્ય ત્યાગ આદિ નિયમિત
કરવા.
(૮) આયંબિલની ઓળી આવે ત્યારે ઓળી કરવી.
(૯) નવપદનું ધ્યાન નિયમિત કરવું.
(૧૦) ઓળી સિવાયના દિવસોમાં ઉપરના સ્ટેજની આરાધના નિયમિત ચાલુ રાખવી. કારણ કે એક પથ્થરને આપણે ઊંચે ઊંચકીએ, તેવી રીતે આયંબિલની ઓળીમાં આરાધના દ્વારા આપણા આત્માને ઊંચે ઊંચકીએ છીએ; પરંતુ ઓળી પૂરી થાય એટલે પાછો નીચે હતો ત્યાં જ મૂકી દઇએ છીએ. તેથી બીજી ઓળીમાં આત્માને ફરીથી પાછો નીચેથી ઊંચકવો પડે . પરંતુ ઊંચે ઊંચકેલ પથ્થરની નીચે જો ટેકા મૂકી દઇએ તો બીજી વખત ત્યાંથી આગળ ઊંચે લઇ જવાય. તે રીતે ઓળી પૂરી થાય પછી દરરોજના જીવનમાં ઉપરની આરાધના ચાલુ રાખીએ તો બીજી ઓળી આવે ત્યારે ત્યાંથી આગળ ઊંચે જવાય. નવો વિકાસ સાધી શકાય. આ રીતે નવપદની આરાધના નિયમિત રોજના જીવનમાં ચાલુ રાખવી.
નવપદના ધ્યાનના વિષયમાં પૂ. ગુરુમહારાજની દિવ્ય પ્રેરા
જૈન સંઘમાં નવપદની ઓળીની આરાધના મોટા પ્રમાણમાં થઇ રહી છે. હજારોની સંખ્યામાં ઓળીની આરાધના સર્વત્ર થાય છે. આપણા સંઘના યુવાન વર્ગમાં પણ ઓળીની આરાધના માટે અદ્ભુત આકર્ષણ વધી રહ્યું છે તે આપણું ભાવી શુભ છે તેનું સૂચક છે. હવે આટલે સુધી પહોચ્યાં પછી આ નવપદજીની આરાધના ઉપયોગ જોડવાપૂર્વકની કરીએ તો વધુ ઉદ્યોતના પંથે આપણે આગળ વધી શકીશું, એ નિઃસંશય છે. ઉપયોગ જોડવા પૂર્વકની ક્રિયા કરવી તે ધ્યાન છે. ઉપયોગ અન્યત્ર કરતો હોય અને ખમાસમણાં પણ લેવાતાં હોય અને માળા પણ ગણાતી હોય, તેનું ફળ અલ્પ છે. સંપૂર્ણ ફળ મેળવવા ઉપયોગની સ્થિરતાપૂર્વક ક્રિયા કરવી જરૂરી છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org