Book Title: Bhadrankarvijayjina Saniddhyani Divya Palo
Author(s): Babubhai Girdharlal Kadiwala
Publisher: Adhyatmik Sanshodhan ane Dhyan Kendra
View full book text
________________
૧૦૮ પ્રભુ ! તમારી શોધમાં રાત્રે ઊંઘમાંથી ઝબકું છું અને તમારી યાદ ઊંઘવા દેતી નથી. અર્ધી રાત્રી હજૂ પસાર થઈ નથી ત્યાં તમારા મેળાપની ઝંખના પરાણે ધ્યાનમાં બેસાડી દે છે. નીરવ રાત્રિના અંધકારમાં તમારા દર્શનની તીવ્ર અભિલાષા દિવ્ય પ્રેરણા આપે છે. પ્રભુ !...
“રાત-દિવસ સ્વપ્નાંતર માંહી, તું મારે નિરધાર” “તું ગતિ તું મતિ તું મુજ પ્રીતમ, તું જીવજીવન આધાર.”
તમારી યાદમાં એક ક્ષણ વરસ જેવી બની જાય છે. મારા સ્વામિ !
“સાહીબા એક ઘડી પ્રભુ તમ વિના, જાય વરસ સમાન. (૨)
ઘડીયે ન વિસરો હો સાહીબા !”
વિરહની વેદનાથી જીવ તરફડે છે. પ્રાણ પંખેરું તમારા વિરહમાં ઊડી જાય તેવી સ્થિતિ છે મારા નાથ !
“દરિશન પ્રાણ જીવન મોહે દીજે,” ‘બિન દરિસન મોહે કલ ન પરત છે, તરફ તરફ તનુ છીએ.” પ્રાણ તરફડિયાં મારી રહ્યો છે પ્રભુ તમારા વિરહમાં.
ઓ અંતર્યામી પ્રભુ ! શું તમે આ બધું નથી જાણતા ? મારૂં ચિત્ત ચોરી લીધું. મારા હૃદયમાં પ્રભુ તમે પેસી ગયા. મારે તમને પૂછવું છે પ્રભુ! કે આપ હૃદયમાં પેસી જાવ, વસી જાવ, પણ સ્વામિનાથ વિચારો તો ખરાં કે તેનું શું થતું હશે ? આ હૃદય કેવી રીતે ઘબકતું રહેતું હશે ? શી વલે થતી હશે આપના વિરહમાં ? કેમ કરીને વિરહની વેદનામાં જીવાતું હશે?
દાદા દરિશન દીજીએ, એ દુઃખ મેં ન ખમાય.” હૃદયનાં ખૂણે ખૂણામાં ફરી વળીને, પછી વિરહની વેદના આપવી હતી તો પ્રભુ ! હૃદયમાં આવ્યા શા માટે ?
સર દ્વારા આપના પ્રવચનનું અંજન કરાવી શા માટે આપના મેળાપની ઝંખના ઉભી કરાવી ? ઓ અંતર્યામી પ્રભુ ! ઉતાવળમાં વેદનામાં બળતા હૈયે કહેવાઈ ગયું હોય તો ક્ષમા કરજો.
લંકામાં રાવણની નજરકેદમાં રહેલી સીતાને કેવી રીતે શોધવી ? તેની હાલત કેવી રીતે જાણી લાવવી ? તે હનુમાનના પ્રશ્નનો જવાબ આપતાં રામે કહ્યું કે, લંકામાં જે પથ્થરોમાંથી રામનો નાદ નીકળતો હોય, જે વૃક્ષના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org