Book Title: Bhadrankarvijayjina Saniddhyani Divya Palo
Author(s): Babubhai Girdharlal Kadiwala
Publisher: Adhyatmik Sanshodhan ane Dhyan Kendra
View full book text
________________
૧૨૦. પ્રત્યેક વસ્તુ સામાન્ય અને વિશેષરૂપ છે. વિશેષ વગરનું સામાન્ય નથી અને સામાન્ય વગરનું વિશેષ નથી.
ઉત્પાદ વ્યય ધ્રૌવ્ય યુક્ત સત્” અહીં સતુમાં સચરાચર સમગ્ર વિશ્વ આવી જાય છે. જેઓની દૃષ્ટિ આ મહાસત્તા સામાન્ય (સત્) સુધી લંબાવાયેલી છે તે જ્ઞાની પુરુષ મૂળ (સ્વરૂપ સ્થિરત્વ) સુધી પહોંચે છે.
જ્યારે જ્યારે આ દુનિયાની ઉપાધિઓ વિષમ સ્વરૂપ પકડે છે, આત્મભાન ભૂલાવી હર્ષ-શોક કરાવે છે ત્યારે મહાત્માઓ આ મહાસત્તા સામાન્યમાં તે સર્વને ગાળી નાખી પોતાને પણ તે મહાસત્તામાં લીન કરી દે છે. સમગ્ર વિશ્વ ઉત્પત્તિ, વ્યય અને સ્થિતિરૂપ ત્રિધર્મ યુકત સદા રહેલું છે. તેમાં કાંઈ સુધારો વધારો અશક્ય છે. આ વિચારથી ભાવિત થવાથી ઉપાધિઓ નડતી નથી. ઉપાધિઓ વચ્ચે પણ શાન્તિ અનુભવાય છે. સુધારો – વધારો કરવાનું સ્થાન જીવની દૃષ્ટિમાં છે. જેવી સૃષ્ટિ છે તેવી દૃષ્ટિ કેળવવી એ જ ઉપાય છે.
ત્રિપદી માતાનું ધ્યાન એ જ પરમ ઔદાસીન્ય ભાવ કેળવી, ઘાતી કર્મનો ક્ષય કરી, કેવલ્ય પદની પ્રાપ્તિ કરાવનાર છે. ગણધરોની ગણધર લબ્ધિની પ્રાપ્તિ-પ્રભુ મુખથી શ્રવણ કરેલી ત્રિપદી (ઉપન્નઈ વા - વિગમેઈ વા - ધૂઈ વા) ના પ્રભાવથી છે. ધ્યાનની પ્રષ્ટિ અવસ્થા નિર્વિકલ્પ ચિન્માત્ર સમાધિ છે. તે મહાસત્તા સામાન્યના ધ્યાનથી પ્રગટે છે. મહાસત્તા સામાન્ય લોકાલોક વ્યાપી છે. તેના ધ્યાનમાં લીન થનારને લોકાલોક પ્રકાશક કેવળજ્ઞાન પ્રાપ્ત થાય છે.
બીજી રીતે આ વાત વિચારીએ
આ ત્રિપદીનું ધ્યાન - સામાન્યનું ધ્યાન - દર્શન મોહનીયનો ક્ષયોપશમ કરાવે છે. તેનાથી ચિત્તની સ્થિરતા થાય છે. ચિત્ત વિશુદ્ધિનો હેતુ મૈત્રી આદિ ભાવોનું ભાવન છે. તે પછી વર્તન વિશુદ્ધિ માટે સમિતિ-ગુપ્તિ યુકત મહાવ્રતોનું પાલન છે. તેથી સમયોગ સધાય છે.
સમત્વની સિદ્ધિ થયા પછી પરમાત્મ તુલ્ય આત્મદ્રવ્યનું ભાવન સ્થિરતા લાવે છે. “જેને તું હણે છે, તે તે પોતે જ છે, એવી શ્રદ્ધા દઢ થયા પછી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org