Book Title: Bhadrankarvijayjina Saniddhyani Divya Palo
Author(s): Babubhai Girdharlal Kadiwala
Publisher: Adhyatmik Sanshodhan ane Dhyan Kendra
View full book text
________________
૧૧૨
| હે કરૂણામય પ્રભુ !||
મારો અહંકાર તારી કૃપા સિવાય નહીં ઓગળે. શું મોટા બરફના પહાડોને સૂર્યનો પ્રકાશ નથી ઓગાળી શકતો ? મારા અહંકારના પહાડને તારો સૂર્યપ્રકાશ ક્ષણમાં ઓગાળી દેશે તે આશાએ પ્રભુ ! તારી પાસે આવ્યો છું.
હું શુન્ય બની જાઉં, તારામાં સમાઈ જાઉં, તારું હથિયાર બની તારું કામ કરું, તારા બાળકોને તારી જેમ પ્રેમ આપું,
સૌને ચાહું તેવી મૈત્રી તું આપ. દીન-દુ:ખીને દિલાસો અને આશ્વાસન આપું તેવું કોમળ હૃદય તે આપ. બીજાના ગુણ જોઈ આનંદિત બને તેવું હૃદય તે આપ.
પાપી પ્રત્યે પણ ધૃણા ન થાય, તેનું પણ ભલું થાય તેવો ભાવ તું મને આપ.
તારા પ્રેમમાં સમાઈ જાઉ, તારી ગોદમાં લપાઈ જાઉ, તારી શાંતિમાં નીરવ બની શુદ્ધ બનું, સોની સેવા કરું, સૌને પ્રેમ કરું તેવું હૃદય આપ. આજ સુધી કરેલા ગુનાનું પ્રાયશ્ચિત્ત કરૂં તેવી હિંમત આપ.. તે પ્રાયશ્ચિત્તનાં આંસુમાં પાપ એ પુણયમાં પલટાઈ જશે. તું સૌના હૃદયમાં વસે એવા સંકલ્પપૂર્વક સર્વની સેવા કરવાની આપેલી તક માટે અંતઃકરણથી તારો આભાર માનું છું. તે તક અહંકારમાં ન જાય તેનું તું ધ્યાન રાખજે. અહંકાર આવે ત્યાં લાલ બત્તી ધરજે. મને પાછો નમ્રતા - સરળતાના પંથે લાવજે. દંભ અને અહંમાંથી છોડાવજે. મારા ચિત્તને શુદ્ધ કરજે. પ્રભુ ! પ્રાર્થ છું એટલે કે તારા પ્રેમનો સાચો પાત્ર હું બનું. તારા પ્રેમ પાત્ર બનવાની મારામાં લાયકાત આવે. તે યોગ્યતાનો પણ તું જ દાતાર છે પ્રભુ! હું કેટલું માંગું તારી પાસે ! પણ તારું દાતારપણું સમજીને આવ્યો છું. કે તારી ઈચ્છા મુજબનું મારું જીવન બનાવજે. તેમ કરતાં મારી ઈચ્છા વિરુદ્ધ બનતા બનાવોને પણ હું તારી પ્રસાદી સમજીશ. મારી ઈચ્છા વિરૂદ્ધ બને તે પણ તારી જ કૃપાનું ફળ છે તેવું સમજવા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org