Book Title: Bhadrankarvijayjina Saniddhyani Divya Palo
Author(s): Babubhai Girdharlal Kadiwala
Publisher: Adhyatmik Sanshodhan ane Dhyan Kendra
View full book text
________________
નિક્ષેપે અરિહંત છે. આ વાત જાણ્યા પછી એક ક્ષણ પણ આપણે અરિહંત પરમાત્માના સ્મરણ, જાપ કે ધ્યાન સિવાય રહી શક્તા નથી. પરમાત્માના સ્વરૂપમાં ચિત્તની એકાગ્રતા, ઉપયોગની સ્થિરતા કરવાની છે. દૂધમાં સાકર ઓગળી જાય, તેમ મનને પરમાત્મામાં ઓગાળી દેવાનું છે. અને એ રીતે આપણા આત્મામાં શુદ્ધ આત્મસ્વરૂપનો અનુભવ થાય, તે લક્ષ્યબિંદુને સિદ્ધ કરવાનું છે.
તે માટે પૂર્વાચાર્યોએ અગાધ પ્રયત્ન કરેલો છે.
ભગવાન શ્રી હરિભદ્રસૂરિજી મહારાજા “ષોડશક પ્રકરણ' નામના ગ્રંથમાં ફરમાવે છે કે -
આ જિનેશ્વરભગવંત જ્યારે હૃદયમાં પ્રતિષ્ઠિત થાય છે, ત્યારે સર્વ પ્રયોજન સિદ્ધ થવાનું કારણ એ છે કે શ્રી જિનેશ્વરભગવંત પરમ ચિંતામણિ છે. તેઓ હૃદયમાં પ્રતિષ્ઠિત થતાં, તેમની સાથે ધ્યાતાની સમરસાપત્તિ થાય છે.
આ સમરસાપત્તિ યોગીઓની માતા છે, અને નિર્વાણ ફળની પ્રસાધક છે. આત્મા જ્યારે સર્વજ્ઞના સ્વરૂપમાં ઉપયોગવાળો બને છે, ત્યારે તેનો અન્યત્ર ઉપયોગ નહોવાથી તે સ્વયં સર્વજ્ઞ જેવો થાય છે. એવો નિયમ છે કે જે જે વસ્તુના ઉપયોગમાં આત્મા વર્તે છે, તે તે વસ્તુના સ્વરૂપને તે ધારણ કરે છે.
(નમસ્કાર સ્વાધ્યાય, પૃ. ૨૯૩).
આ રીતે પરમાત્મ-સ્વરૂપમાં ઉપયોગની સ્થિરતા કરવાથી તેટલી ક્ષણ પૂરતું આપણું ચૈતન્ય આગમથી ભાવનિક્ષેપે પરમાત્મ-સ્વરૂપ બને છે. જો એકાદ ક્ષણ પૂરતું પણ આપણું ચૈતન્ય પરમાત્મરૂપ આ રીતે બનતું હોય તો તેથી વધુ આપણા આ જીવનમાં શું કમાઈ શકવાના હતા? અર્થાત્ સૌથી વધુ કમાણીનો આ વ્યાપાર છે. તેને છોડીને બીજો વ્યાપાર કરવો તે કલ્પવૃક્ષને છોડીને બાવળિયાને પકડવા જેવું છે.
આ રીતે અરિહંત પરમાત્માનું ધ્યાન જગતની સર્વોચ્ચ સ્થિતિ પરમાત્મપદની પ્રાપ્તિ સુધી પહોંચાડનારું છે. Meditation on Most High છે. આચાર્યપદનું ધ્યાન :
ધ્યાતા આચારજ ભલા, મહામંત્ર શુભ ધ્યાની રે; પંચ પ્રસ્થાને આતમા, આચારજ હોય પ્રાણી રે.
મહાવીર જિનેશ્વર૦
Jain Education International
For Private & Personal Use Only
.
www.jainelibrary.org