Book Title: Bhadrankarvijayjina Saniddhyani Divya Palo
Author(s): Babubhai Girdharlal Kadiwala
Publisher: Adhyatmik Sanshodhan ane Dhyan Kendra
View full book text
________________
આ પ્રયોગ વિષે પૂ. ગુરુમહારાજે લખેલી પ્રેમ, આનંદ, સુખ સંબંધિ નોંધ તેમની હસ્તલિખિત ડાયરીમાં તા. ૨૯-૧૨-૬૯ ના રોજ લખેલી તે નીચે મુજબ છે :
મોક્ષ એટલે અનંત ચતુષ્ટય આત્મસ્વરૂપનો લાભ.
આત્માનું સ્વરૂપ અનંત જ્ઞાનમય, અનંત દર્શનમય, અનંત સુખમય, અનંત વીર્યમય છે.
પ્રભુનાં જ્ઞાન - દર્શન, અનંત પ્રેમ અને કરુણાથી ભરેલાં છે. પ્રભુનું સુખ અનંત આનંદથી ભરેલું છે. પ્રભુનું વીર્ય અનંત સમૃદ્ધિથી ભરેલું છે. પ્રભુનું વીર્ય અનંત શકિતરૂપ છે. પ્રભુના સુખ આનંદ, અનંત વીર્ય અને સમૃદ્ધિથી ભરપૂર છે. સ્વરૂપનો લાભ ષટુ જીવનિકાય પ્રત્યે કરુણાવંત છે. કરુણાનું ફળ અનંત પ્રેમ અને સુખ છે, અનંત વીર્ય અને સમૃદ્ધિ વગેરે છે. પ્રભુ અનંત પ્રેમ અને કરુણાના ભંડાર છે. અનંત આનંદ અને સુખથી ભરપૂર છે. અનંત શકિત અને સમૃદ્ધિની ખાણ છે. પ્રભુ જ્ઞાન, દર્શન, ચારિત્ર અને વીર્યથી પૂર્ણ છે.
પટુ જીવનિકાયને હિતકર છે, સુખકર છે, કલ્યાણકર છે, અક્ષય છે, અવ્યાબાધ છે. સર્વ ગુણોથી પરિપૂર્ણ છે. નિત્ય, નિરંજન અને સનાતન છે. અચલ, વિમલ, નિર્મલ, નિર્વિકાર, નિરાબાધ અને અનંત શકિતરૂપ છે.
ચિન્મય, આનંદમય, સુખ સિન્ધ અને દીનબંધુ છે. સર્વ રૂપ છે, સર્વમય છે, સર્વ કલ્યાણમય છે, શાન્તરસમય છે, શાન્તિ, સમૃદ્ધિ, વીર્ય અને આનંદમય છે.
પ્રભુના જ્ઞાનમાં અનંત પ્રેમ, અનંત દર્શનમાં અનંત કરુણા છે. કરુણાનું ફળ અનંત પ્રેમ અને અનંત સુખ છે. પ્રભુ સુખસિન્થ અને દીનબંધુ છે.
આવા પરમાત્મા હૃદયમાં બિરાજમાન છે. તેમાંથી બાનાવસ્થામાં શકિત અને ગુણો વિસ્ફોટ થવાથી સાધક પોતે પ્રેમ-કરુણારૂપ, આનંદરૂપ, સુખરૂપ, શકિતરૂપ અને સમૃદ્ધિથી પૂર્ણ રૂપ પોતાને ધ્યાનમાં અનુભવે છે અને ધ્યાનાવસ્થામાં પરમાત્મા સાધકના દેહ પ્રમાણ થાય છે ત્યારે પરમાત્માના અસંખ્ય પ્રદેશો સાધકના અસંખ્ય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org