Book Title: Bhadrankarvijayjina Saniddhyani Divya Palo
Author(s): Babubhai Girdharlal Kadiwala
Publisher: Adhyatmik Sanshodhan ane Dhyan Kendra
View full book text
________________
હે વીતરાગ, સર્વજ્ઞ અરિહંત પરમાત્મા ! તમારા નિમિત્તે જ મારું અવ્યાબાધ સુખ મને પ્રાપ્ત થશે. તમારા નિમિત્તે જ હું મારા આત્માની પૂર્ણતાને પ્રાપ્ત કરી શકીશ. તે સિવાય બીજો કોઈ ઉપાય નથી. મારા પરમાનંદને પ્રાપ્ત કરવા માટે હે અરિહંત પરમાત્મા ! તમે એક જ આધાર છો, પ્રાણ, ત્રાણ, શરણ છો.
માહરૂં પૂર્ણાનંદ પ્રગટ કરવા ભણી રે,
પુષ્ટાલંબન રૂપ સેવ પ્રભુજી તણી રે, દેવચંદ્ર જનચંદ્ર ભકિત મનમેં ધરો રે, અવ્યાબાધ અનંત અક્ષયપદ આદરો રે.
શ્રી દેવચંદ્રજી કૃત મલ્લિનાથ ભગવાનનું સ્તવન. આ રીતે આપણું પૂર્ણાનંદ સ્વરૂપે પ્રગટ કરવા માટે અરિહંત પરમાત્મા જ પુષ્ટાલંબન છે તેવો દઢ નિર્ધાર કરી રૂચિ પરમાત્મામાં કરવી. રૂચિ અનુયાયી વર્ય થાય છે તેથી રૂચિ પરમાત્મામાં થતાં વીર્ય ફુરણા પરમાત્મા ભકિતને વિષે થશે. પ્રભુ મુદ્રાને યોગ પ્રભુ પ્રભુતા લખે,
દ્રવ્યતણે સાધર્મ સ્વસંપત્તિ ઓળખે; ઓળખતાં બહુમાન સહિત રૂચિ પણ વધે, રૂચિ અનુયાયી વીર્ય ચરણ ધારા સધે.
શ્રી દેવચંદ્રજી કૃત સુવિધિનાથ ભગવાનનું સ્તવન. જીવને જ્યારે અનંતકાળે મહાપુણ્યોદયે અનંત કર્મનો નિગમ થતાં અરિહંત પરમાત્માનો મેળાપ થાય છે, અરિહંત પરમાત્માના સ્વરૂપની ઓળખાણ થાય છે, ત્યારે જેવું પરમાત્માનું સ્વરૂપ છે, તેવું જ સ્વરૂપ સત્તાએ પોતાની અંદર રહેલું છે તેની સભાનતા થાય છે. પ્રભુની પ્રભુતાની ઓળખાણ થતાં પોતાની અંદર પણ તેવી જ અવ્યાબાધ સુખ, પરમાનંદ, અનંત શકિત, કેવળજ્ઞાન આદિ ગુણ લક્ષ્મી રહેલી છે તેનું ભાન થાય છે. અને તે સ્વરૂપ (સત્તા) પ્રાપ્ત કરવાની ઝંખના થાય છે. કહ્યું છે કે – '
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org