Book Title: Bhadrankarvijayjina Saniddhyani Divya Palo
Author(s): Babubhai Girdharlal Kadiwala
Publisher: Adhyatmik Sanshodhan ane Dhyan Kendra
View full book text
________________
62
આત્મપ્રદેશો સાથે એકમેક મળે છે. ૫૨માત્માનો એક એક આત્મપ્રદેશ અનંત ગુણ અને અનંત સુખથી પરિપૂર્ણ છે.
આવો પરમાત્માનો શુદ્ધ, અનંત ગુણ અને સુખથી પૂર્ણ એક એક આત્મપ્રદેશ જ્યારે ધ્યાનાવસ્થામાં ધ્યાતાના આત્મપ્રદેશ સાથે અભેદરૂપે મળે છે ત્યાં પૂર્ણતાના આનંદની પરાકાષ્ઠા આવે છે.
અનુભવ વચનામૃત
આ અભેદ મીલન દિવ્ય વસ્તુ છે. ૫૨માત્માની ભકિત એ ૫૨માત્મા સાથે સગાઈ છે. પરમાત્માનું ધ્યાન એ પરમાત્મા સાથેનું લગ્ન છે. પરમાત્માના ધ્યાનમાં અભેદ મીલન છે.
અભેદ મીલનનું ફળ અનુભવ રૂપ પુત્રની પ્રાપ્તિ છે. સ્થિર ઉપયોગ એ પુત્રનું લાલનપાલન છે.
આત્મ-અનુભવ રૂપ પુત્ર પૂર્ણયૌવનને પામીને પરાકાષ્ઠાએ ખીલી ઊઠે તે કેવળજ્ઞાન છે.
અનુભવની વાણી અનુભવી જ સમજી શકે છે. મનોમન સાક્ષીએ સમજાય તેવી દિવ્ય વસ્તુ છે. ધ્યાન પ્રયોગ કરો, દિવ્ય અનુભવ જરૂર થશે.
આ પ્રયોગ ઉપરથી સમજાય છે કે ‘પૂ.ગુરુમહારાજ' પરમાત્મા અને આત્માની અનુભૂતિમાં વાસ કરનાર સંત હતા. આપણું મહાન સૌભાગ્ય છે કે આવા સંતો પૃથ્વી ઉપર પરોપકાર માટે જન્મ ધારણ કરી મુમુક્ષુઓના હૃદયના અંધકારને દૂર કરવા પ્રકાશમય પ્રભાત જેવા છે. આપણને લાગે છે કે આપણા હૃદયમાં રહેલા મિથ્યાત્વના અંધકારને દૂર કરવા માટે આવા સંતોનો પૃથ્વીતલ ઉપર આવિર્ભાવ થાય છે,જેમના પ્રકાશના કિરણો સાધકોના હૃદયમાં પ્રભુદર્શન કરાવે છે. સાધકોને પ્રભુની અચિન્ત્ય, અનંત શકિતથી સભર બનાવે છે. પ્રભુ સાથે પ્રેમ કરાવી જ્ઞાનનો પ્રકાશ સાધના હૃદયમાં પાથરે છે.
પરમાત્મા સાથે સાચા હૃદયથી પ્રેમ કરો.
પરમાત્મા પ્રત્યેનો સાચો પ્રેમ જ્ઞાનનું રૂપ ધારણ કરે છે જિન કથિત સાચું જ્ઞાન પરમાત્મા પ્રત્યેના પ્રેમનું રૂપ ધારણ કરે છે.
પ્રેમ એ જ્ઞાનનો રસ છે. અને જ્ઞાન એ પ્રેમની જ્યોતિ છે. પ્રભુ પ્રત્યેનો ગાઢ પ્રેમ જ્ઞાનને ઉત્પન્ન કરે છે. અગાધ જ્ઞાન પ્રેમને ઉત્પન્ન કરે છે. તેનું અંતિમ ફળ આ જન્મમાં આત્મસાક્ષાત્કાર અને આવતા જન્મમાં મોક્ષ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org