Book Title: Bhadrankarvijayjina Saniddhyani Divya Palo
Author(s): Babubhai Girdharlal Kadiwala
Publisher: Adhyatmik Sanshodhan ane Dhyan Kendra
View full book text
________________
૯૪
હૃદયથી આરાધના કરવા અને બીજાઓને જોડવા માટે ઉલ્લસિત થવું જોઈએ. બીજાઓને આરાધનામાં જોડવા એ પુણ્યાનુંબંધી પુણ્ય કમાવવા માટે રત્નના વ્યાપાર તુલ્ય અમૂલ્ય વ્યાપાર છે. નવપદની આરાધનાના શાશ્વત ગુણરત્નોને કમાવવાનું અપૂર્વ અનુષ્ઠાન છે. નવપદમાં આપણો આત્મા અને આપણા આત્મામાં નવપદો રહેલાં છે એવો નિશ્ચય શ્રીપાલની જેમ આપણને પણ થાય એવું ધ્યેય રાખવું જોઈએ.
અરિહંતાદિ પદોના આલંબને આપણો ઉપયોગ અરિહંતાદિ સ્વરૂપ થાય છે. અને એ સ્વરૂપની સાથે આપણી એકતાનું જ્ઞાન જેમ જેમ સ્થિર થતું જાય છે તેમ તેમ મુકિત માટેની યોગ્યતા વધતી જાય છે. એ માટે ચૈતન્ય અંશથી સર્વ જીવ સાથે મૈત્રીપૂર્ણ સંબંધ રાખવો જોઈએ.
ધન્ય છે આવા મહાપુરૂષને ! જેમણે નવપદનું ધ્યાન પોતે સિદ્ધ કરીને આપણને પણ તે માટે પ્રેરણા આપી. આપણું ન નવપદની આરાધનામાં સ્થિર બને તેવો આપણને માર્ગ બતાવ્યો.
શ્રીપાળ રાસમાંથી આપણે જીવનમાં કેવી આરાધના કરવી તે પૂ. ગુરુમહારાજના આ પત્રથી સમજાય છે. પુણ્યશાળી વાચક આત્માઓ ! આપણે જો આ પત્ર મુજબ જીવન જીવવા પ્રયત્ન કરીશું તો શ્રીપાળ અને મયણા જેવા સાધક બનીને નવમા ભવે મોક્ષ પર્યંતની સર્વ સંપત્તિઓ, સિદ્ધિઓ અને લક્ષ્મીઓના માલીક બનીશું !
પ.પૂ.દેવચંદ્રજી મહારાજના ગ્રંથો
પૂ. ગુરુમહારાજની પ્રેરણાથી દેવચંદ્રજી મહારાજના ગ્રંથોનું સાધકે અધ્યયન કર્યું. તેના પ્રભાવથી આત્મસ્વરૂપ પ્રાપ્તિની ઝંખના વધતી ચાલી અને આત્માનુભવની દિશામાં સાધનાનો વેગ આગળ વધતો ચાલ્યો. પૂ. ગુરુમહારાજ આ બધી સાધનાની પ્રક્રિયાની વારંવાર ઝીણવટથી તપાસ રાખતા અને અવસરે અતિ ઉપયોગી માર્ગદર્શન આપતા હતા.
આવા અવસરે સદ્ગુરુના માર્ગદર્શનની કિંમત સમજાય છે. આત્માના અનુભવની પ્રક્રિયાના અનુભવજ્ઞાની ‘ગુરુ મહારાજ' જ્યારે સાધકને વારંવાર તેમની પાસે માર્ગદર્શન માટે જવાનું થતું ત્યારે બધું જ સાંભળીને એક પગથિયું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org