Book Title: Bhadrankarvijayjina Saniddhyani Divya Palo
Author(s): Babubhai Girdharlal Kadiwala
Publisher: Adhyatmik Sanshodhan ane Dhyan Kendra
View full book text
________________
સકલ જૈનસંઘમાં આયંબિલની ઓળીની વિધિપૂર્વકની આરાધના થાય તે માટે વર્તમાન આચાર્ય ભગવંતો અને ઉપકારી સાધુ-સાધ્વી ભગવંતોએ ખૂબ અનુમોદી પ્રયત્ન કર્યા છે. તેનાં મીઠાં ફળ આજે આપણે જોઇએ છીએ કે હજારો અને લાખોની સંખ્યામાં ઓળી કરનારા પુણ્યશાળીઓ આજે જૈનસંઘમાં છે. તે ક્રિયાનું એક-એક ખમાસમણું લેતી વખતે ગાવામાં આવતી પ્રભુ મહાવીરની દેશનાની પંકિતઓ કેટલી અદ્ભુત છે! આપણે સૌ તેમાં રહેલું તત્ત્વ સમજીએ અને તેની ઊંડી સમજપૂર્વકની આરાધના કરી, આપણે આત્માના અનુભવ અને પ્રાપ્તિની દિશામાં આગળ વધીએ.
આ પ્રમાણેની ગંભીરતા સમજ્યા પછી, હવે આ નવ દુહા બોલી રોજ નવ ખમાસમણાં આપણે લઇએ ત્યારે કેવો આનંદ આવશે! ક્રિયા શરૂ કર્યા પછી જ તેનો મર્મ સમજાય છે, અને મર્મ સમજાયા પછી સાચો આનંદ આવે છે. તેને જ ધ્યાન કહેવાય. ઉપયોગ જોડવાપૂર્વકની ક્રિયાને ધ્યાન કહેવાય.
આગમ નોઆગમ તણો, ભાવ તે જાણો સાચો રે; આતમભાવે થિર હોજો, પરભાવે મત રાચો રે.
પરભાવ એટલે આત્મા સિવાયના અન્ય પદાર્થોમાં આપણી વૃત્તિઓ લઇ જવી તે. આ પરભાવ ભવસંસારમાં રખડાવનાર છે તેવું સમજી પરભાવમાંથી વૃત્તિઓ પાછી ખેંચી લઇ, આત્મસ્વરૂપમાં સ્થિરતાવાળી બનાવવી. તે બનાવવા માટે શુદ્ધ આત્મચેતન્ય જેમનું પ્રગટ થયું છે, તેવા અરિહંત, સિદ્ધ ભગવાનમાં ઉપયોગ જોડવો તેને નોઆગમથી પરમાત્માનું ધ્યાન કહેવાય. અને તે દ્વારા આપણો આત્મા પરમાત્માના આકારવાળો બને છે. આગમથી ભાવનિક્ષેપ પરમાત્માના આકારવાળા બનેલા આપણા આત્માનું ધ્યાન શુદ્ધ આત્મસ્વરૂપનો અનુભવ કરાવે છે.
જગતભરમાં અત્યારે ધ્યાનનું આકર્ષણ વધતું જાય છે. અનેક આશ્રમો, મઠો, શિબિરો વગેરેમાં ધ્યાન પ્રક્રિયા બતાવવામાં આવે છે, પરંતુ પ્રભુ મહાવીરે બતાવેલી આ ધ્યાનપ્રક્રિયા જગતભરમાં સર્વ શ્રેષ્ઠ ધ્યાનપ્રક્રિયા છે; અને તે શીધ્ર આત્માની અનુભૂતિ સુધી લઇ જાય છે.
અષ્ટ સક્લ સમૃદ્ધિની, ઘટ માંહે રદ્ધિ દાખી રે; એમ નવપદ ઋદ્ધિ જાણજો, આતમરામ છે સાખી રે.
વીર જિનેશ્વર૦
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org