Book Title: Bhadrankarvijayjina Saniddhyani Divya Palo
Author(s): Babubhai Girdharlal Kadiwala
Publisher: Adhyatmik Sanshodhan ane Dhyan Kendra
View full book text
________________
નવપદ છે. એક શિકારીમાંથી શ્રેણીક મહારાજને તીર્થકર બનાવનાર પ્રભુ મહાવીર છે.
નવપદ આપણો પ્રાણ છે. તેની સેવા કે પૂજનના બદલામાં યશ લઇ શકાય નહીં.
સવારથી સાંજ સુધીના એક દિવસના કાર્યક્રમમાં અસંખ્ય જીવોના ઋણ નીચે આપણે આવીએ છીએ. એક પાણીના બિન્દુમાં અસંખ્ય જીવો છે. તે કચડાઇ જઇને આપણી તૃષા છીપાવે છે. ઘઉનો દાણો દળાય છે, શેકાય છે, ભૂંજાય છે અને રોટલી બનીને આપણી ભૂખ ભાંગે છે. અનંતકાળના આપણા ઈતિહાસમાં અનંત જીવોના ઋણ નીચે આપણે આવીએ છીએ. આ ક્રોડોનું દેવું છે. તેમાંથી એક રૂપિયો ચૂકવવા જેટલું આપણે સુકૃત કરીએ તેનો યશ ન લઈ શકાય.
આ ઋણમાંથી મુકિત તે જ મુકિત (મોક્ષ) છે.
આપણને સર્વને આઠ કર્મનો કોઢ છે. તે કોઢિયામાંથી આપણને શ્રીપાલ બનાવનાર નવપદ છે. તેની પૂજા કરીએ તેનો યશ ન લઈ શકાય.
યશના અધિકારી દેવ, ગુરુ અને ધર્મ છે.
શહનાઇનો અવાજ સાંભળીએ છીએ અને આપણને આનંદ આવે છે. તેનો યશ આપણે કોને આપીશું? શહનાઇને કે શહનાઇના વગાડનારને?
વગાડનારને”. આ શરીરના ઇન્સ્ટમેન્ટમાંથી પૂજન વખતે જે ભાવો નીકળે તેના વગાડનાર દેવ-ગુરુ છે. We are the instrument of God. યશના અધિકારી આપણે નથી.
યશના અધિકારી તેના વગાડનારા દેવ અને ગુરુ છે.
વેડફાઇ જતા સમયને સાર્થક કરવાની તક સિદ્ધચક્ર પૂજન વખતે પ્રાપ્ત થાય છે. તે સમયને સાર્થક કરવા માટે પૂજનનું આમંત્રણ આપનાર શ્રી સંઘ નો આપણા ઉપર ભાવોપકાર થાય છે. તે સંઘનું ણ ચુકવવા માટે આપણી પાસે કાંઇ સામગ્રી નથી. વિશ્વોપકારી જિનશાસન મળ્યું. જિનશાસનના પ્રભાવે આપણને કરુણાસાગર અરિહંત પરમાત્મા મળ્યા. મોક્ષ માર્ગના દાતાર સદ્ગુરુનો યોગ મળ્યો. સતુશાસ્ત્રનું અધ્યયન મળ્યું. અનંત ભવે પણ જૈન શાસનનું ત્રણ આપણે ચૂકવી શકીએ તેમ નથી. માટે જૈન શાસન અને અરિહંત પરમાત્મા સૌના હૃદયમાં વસે તેવા ભાવથી શ્રી સંઘની સેવા કરવાનું સૌભાગ્ય મળ્યું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org