Book Title: Bhadrankarvijayjina Saniddhyani Divya Palo
Author(s): Babubhai Girdharlal Kadiwala
Publisher: Adhyatmik Sanshodhan ane Dhyan Kendra
View full book text
________________
૮૧
છે તે સાર્થક કરી લેવું. તે માટે વિશ્વમાં શ્રી નવપદની ભકિતનો નિષ્કામપણે પ્રચાર થાય તે માટે મળતી બધી તકોને સાર્થક કરી કૃતાર્થ થવું જોઇએ.
જગતના જીવો શ્રી નવપદજી અને અરિહંત પરમાત્માના સાચા આરાધક બને એવી આપણી ભાવનાને ફળીભૂત કરવા માટે આપણા જીવનમાં શ્રી નવપદજીની સાચી ભકિતનું દૃષ્ટાંત પુરૂં પાડવું જોઇએ. તે માટે નવકાર અને નવપદની આરાધનાને સંસારમાં સારભૂત માનીને સર્વ જીવોના શુભના સંકલ્પ પૂર્વક આરાધના કરવી જોઇએ.
જૈન સંઘ સમ્યક્ત્વ પ્રધાન હોવાથી ઝીલવા તૈયાર છે, ઝીલાવનાર જોઇએ. પૂર્વ પુરુષોના પંથે શ્રી જિન શાસનની સેવા અને આરાધના માટે ચાલવું તે આપણા સૌનું કર્તવ્ય છે.
જાતિ, કુલ, બળ, બુદ્ધિ, શ્રુત અને સૌભાગ્યના મદથી રહિત બનીને શ્રી સિદ્ધચક્ર ભગવંતની ત્રિભુવનવિજયી આરાધના માટે સદા પ્રયત્નશીલ રહેવું. બીજાઓને આરાધનામાં જોડવા એ પુણ્યાનુબંધી પુણ્ય કમાવા માટે રત્નના વ્યાપાર તુલ્ય અમૂલ્ય વ્યાપાર છે.
નવપદની આપણી આરાધના કેવળજ્ઞાન આદિ શાશ્વત ગુણરત્નો કમાવાનું અપૂર્વ અનુષ્ઠાન છે.
૨૦૧૯ના મોટા માંઢાના ચાતુર્માસ દરમ્યાન પૂ.ગુરુભગવંત પાસેથી દિવ્ય પ્રયોગ મળ્યો. Serpent Power અને આ.ભ.સિંહતિલકસૂરિ વિરચિત ``પરમેષ્ઠિ યંત્ર કલ્પ' ગ્રંથ ઉપર પૂ. ગુરુમહારાજે વર્ણાક્ષરોની સાધનાનો અને ગુરુ ઉપાસનાનો દિવ્ય પ્રયોગ બતાવ્યો.
વર્ણાક્ષરોનું વિશિષ્ટ રીતે ધ્યાન.
અનાદિ સિદ્ધ વર્ણમાતૃકાનું ધ્યાન વિશિષ્ટ સાધકો માટે પૂ. ગુરુ મહારાજે નીચે મુજબ બતાવેલું.
આ. શ્રી સિંહતિલકસૂરીશ્વરજી મહારાજાએ ``પરમેષ્ઠિ વિદ્યા યંત્ર કલ્પ" નામના ગ્રંથમાં આ વસ્તુ બતાવેલી છે. આત્મદર્શનના અને ધ્યાન વિષયક ગ્રંથોમાં ઘણા સ્થાને આ વસ્તુ છે. Serpent Power નામના યોગ વિષયક ગ્રંથમાં આ વસ્તુ સવિસ્તર વર્ણવેલી છે. તે નીચે મુજબ સંક્ષિપ્તમાં છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org