Book Title: Bhadrankarvijayjina Saniddhyani Divya Palo
Author(s): Babubhai Girdharlal Kadiwala
Publisher: Adhyatmik Sanshodhan ane Dhyan Kendra
View full book text
________________
૫૬
૧૬ની શંખેશ્વરની ઓળી, બેડાનું ચાતુર્માસ, અને ર૦૧૭માં પીંડવાડાના વિશેષ પ્રસંગો
એક દિવસ પૂ. ગુરુમહારાજે સાધકને પૂછયું :- લાખ નવકારની વિધિપૂર્વક આરાધના કેટલી વખત થઇ?
સાધક ઃ- ચાર વખત એક લાખ નવકારની વિધિપૂર્વક, ૨૦ દિવસના અનુષ્ઠાન પૂર્વક આરાધના થઇ. ડીસા, જામનગર, શંખેશ્વર અને બેડામાં, ``કુલ નવકારના જાપની સંખ્યા કેટલી થઇ હશે?
``અંદાજે ૨૫ લાખ"
``બીજા ક્યા મંત્રો ગણે છે? શંખેશ્વર દાદાનો ક્યો મંત્ર
ૐૐ હ્રીં શ્રીં કર્લી એઁ અાઁ ધરણેન્દ્ર પદ્માવતી સહિતાય શ્રી શંખેશ્વર પાર્શ્વનાથાય નમઃ ।
પૂ. ગુરુમહારાજ :- ``દર વર્ષે માગશર વદી દસમનો અઠ્ઠમ કરીને ૧૨,૫૦૦ નો જાપ સાધનાની પીઠિકા રૂપે કરવો."
``તત્તિ"
પૂ. ગુરુમહારાજ :- હવે બીજા કેટલાક મંત્રનું આરાધન જરૂરી છે. કુશાગ્ર બુદ્ધિ માટે અથવા કોઠારની જેમ સાંભળેલું તત્ત્વ સંગ્રહિત રહે તે માટે ` હ↑ અહઁ નમો કુઠ્ઠુ બુદ્ધિશં- દરરોજ એક માળા ગણવી
સાધક :- ઘણા આરાધકો પૂછે છે કે, નવપદની આરાધના દરરોજ વિધિપૂર્વક શરૂ કરવી હોય તો શરૂઆત કેવી રીતે કરવી?
પૂ. ગુરુમહારાજ :
एतदाराधनात् सम्यगाराध्यं शासनसर्वस्वमेतदेव
यतः
एभ्यो नवपदेभ्योन्यत् नास्ति ततो नवपदी ज्ञेया सदा ध्येया
Jain Education International
जिनशासनम्
निगद्यते
तत्त्वं जिनागमे
च धीधनैः ॥
(સિદ્ધચક્ર પૂજન વિધિ)
આ નવપદનું આરાધન કરવાથી સમગ્ર જિનશાસનનું આરાધન થાય છે, કારણ કે આ નવપદો એ જ જિનશાસનનું સર્વસ્વ છે. સમગ્ર જિનાગમમાં નવપદ સિવાય બીજું કોઇ પણ તત્ત્વ રહેલું નથી. માટે બુદ્ધિમાન જનોએ
For Private & Personal Use Only
www.jainelibrary.org