Book Title: Bhadrankarvijayjina Saniddhyani Divya Palo
Author(s): Babubhai Girdharlal Kadiwala
Publisher: Adhyatmik Sanshodhan ane Dhyan Kendra
View full book text
________________
જે વિદ્યાપ્રવાદ નામના દસમા પૂર્વમાંથી ઉધૃત કરેલું છે, વજસ્વામી આદિ મહાપુરુષોએ જેને મોક્ષલક્ષ્મીના બીજ સમાન કહેલું છે, જે જન્મ-મરણ જંજાળને નાશ કરનાર છે તે સિદ્ધચક્રનું વિશેષ રીતે આરાધન કરવું.
મંગલમય કળશની આકૃતિમાં જગતના સર્વ અમૃતમય પદો રહેલાં છે, તે વિચારી કળશાકાર આકૃતિથી સિદ્ધચક્રનું ધ્યાન કરવું.
સકલ મંત્રતંત્રમંત્રાધિરાજરાજેશ્વર
શ્રી સિદ્ધચક્રજીનો અદ્ભુત મહિમા यत्रार्चिते यत्र नमस्कृते च, यत्र स्तुते यत्र नमस्कृते च । जना मनोवाञ्छितमाप्नुवन्ति, श्री सिध्धिचक्रं तदहं नमामि ।।
જેનું દર્શન કરવાથી, વંદન કરવાથી, પૂજન કરવાથી, સ્તવન કરવાથી, ધ્યાન કરવાથી, સ્મરણ કરવાથી સકલ મનોવાંછિત પૂર્ણ થાય છે; એવા આ સિદ્ધચક્રજી ભગવાનને અમે અંતરઆત્માથી ભાવપૂર્વક નમસ્કાર કરીએ છીએ.
इत्यति त्रिदशगोमणिद्रुमो . यत्प्रभावपटलं शिवप्रदम् । अर्हदादिसमलङ्कृतं पदैः सिद्धचक्रमिदमस्तु नः श्रिये ॥
કલ્પવૃક્ષ, ચિંતામણિ અને કામધેનુ કરતાં પણ અધિક પ્રભાવશાળી અરિહંત આદિ પદો જેમાં અલંકૃત થયેલાં છે; તેવું આ સિદ્ધચક્ર મહામંત્ર અમને મોક્ષ ફળને આપનારૂં થાઓ.
(સિદ્ધચક્ર પૂજન વિધિ : સિદ્ધચક્ર સ્તોત્ર શ્લોક ૮-૯)
આ સિદ્ધચક્ર એ કલ્પવૃક્ષ છે; કારણ કે તેની આરાધના કરવાથી સર્વ કામનાઓ પૂર્ણ થાય છે. આ સિદ્ધચક્ર ચિંતામણિ છે; કારણ કે સકલ ચિંતિત વસ્તુઓને આપનાર બને છે. આ સિદ્ધચક્ર કલ્પવૃક્ષ, ચિંતામણિ અને કામધેનુ કરતાં પણ અધિક પ્રભાવશાળી છે; કારણ કે કલ્પનાતીત, વચનાતીત એવા આત્માના સચ્ચિદાનંદ સ્વરૂપનો આ જન્મમાં જ અનુભવ, અને ભવાંતરમાં આત્માના પૂર્ણ શુદ્ધ ચૈતન્યને પ્રગટ કરનાર બને છે. જેવી રીતે ચક્રવર્તી રાજા ચક્રરત્નના આધારે છ ખંડનું સામ્રાજ્ય પ્રાપ્ત કરે છે, તે જ રીતે સિદ્ધચક્રનો આરાધક સિદ્ધચક્ર ભગવાનના પ્રભાવથી ત્રણ ભુવનનું સામ્રાજ્ય પ્રાપ્ત કરે છે. ચક્રવર્તી રાજાને છ ખંડનું સામ્રાજ્ય મળે છે અને સિદ્ધચક્રના આરાધકને ત્રણ ભુવનનું સામ્રાજ્ય મળે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org