Book Title: Bhadrankarvijayjina Saniddhyani Divya Palo
Author(s): Babubhai Girdharlal Kadiwala
Publisher: Adhyatmik Sanshodhan ane Dhyan Kendra
View full book text
________________
૪૯ મૈત્રી વિષયક ગુરુ વચનામૃતો જ સર્વનું કલ્યાણ ઈચ્છવું. સર્વ પ્રત્યે કરુણારસનું સિંચન કરવું.
સ્નેહભાવમાં એક પણ જીવ બાકી રહે ત્યાં સુધી મોક્ષ ન મળે જેટલો સ્નેહ પોતાના ઉપરછે, તેટલો સ્નેહ સર્વજીવ પ્રત્યે થાય તે સમ્યક્ત સામાયિક છે.
પોતાના ઉપર જે સ્નેહ છે તેવો બીજા ઉપર થતો નથી તે ગ્રંથી છે, પોતાના સમાન સર્વ જીવ ઉપર સ્નેહ તે ગ્રંથી ભેદન છે.
દ્રવ્યાર્થિક સંગ્રહનયથી સર્વ જીવ સત્તાએ સિદ્ધ સમાન છે. અનંત સુખના નિધાન છે. અનંત ગુણના વૃંદ છે. સિદ્ધ ભગવંતના સાધર્મિક છે તેવું ચિંતવવું.
દલતયા પરમાત્મા એવ જીવાત્મા
ખામેમિ સવ્વ વે” આ શુદ્ધ હૃદયની ક્ષમાપના મૃગાવતીજીને કેવળજ્ઞાન અપાવે છે.
જગતના જીવો ભવસ્થિતિમાંથી કેમ છૂટે તેવું વિચારવું “સવિ જીવ કરૂં શાસન રસી' નો મર્મ ભાવિત કરવો.
સર્વ જીવ પ્રભુની કરુણાના પાત્ર છે. હું પણ પ્રભુની કરૂણાનો પાત્ર છું. પ્રભુની કરુણાના પાત્ર સર્વ જીવો મારા પરમ બાંધવ છે. આ ભાવના ભાવિત કરવી.
સર્વ જીવો શકિત રૂપ પરમાત્મા છે. શકિતરૂપ પરમાત્માનું ધ્યાન કરવું “સવે જીવા ઉપાદેયા, શકિતરૂપા શિવાત્મકા' મૈત્રી આદિ ભાવો બને તેટલા વધુ ભાવિત કરવા. વ્યવહારમાં પણ સર્વ સાથે મૈત્રી, દુઃખી પ્રત્યે કરુણા, ગુણાધિક પ્રત્યે પ્રમોદ, ગુણહીન પ્રત્યે માધ્યસ્થભાવ રાખવા સર્વત્ર ઔચિત્ય જાળવવું. પ્રેમ, ઉદારતા, દાક્ષિણ્યતા, ગંભીરતા આદિ ગુણો પ્રત્યે વધુ ધ્યાન આપવું. પુષ્કરાવર્ત મેઘની જેમ ગુરૂમહારાજની દીવ્યવાણી વરસતી જ રહી.
પરમાત્માના દિવ્ય પ્રકાશના આલંબને આત્મ-દર્શન વધુ સુલભ બને છે. અનાદિકાળથી સામ્રાજ્ય જમાવીને આપણા અંદર રહેલા મિથ્યાત્વ મોહનીય કર્મના વિષમય સંસ્કારોને નાશ કરવા માટે જિનવાણી રૂપી અમૃત એ જ ઉપાય છે. મિથ્યાત્વનું ઝેર જિનવાણી રૂપ અમૃતથી નાશ પામે છે તે અનુભવવા માટે પરમાત્માનું આલંબન લઈ વિશેષ સાધના કરવી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org