Book Title: Bhadrankarvijayjina Saniddhyani Divya Palo
Author(s): Babubhai Girdharlal Kadiwala
Publisher: Adhyatmik Sanshodhan ane Dhyan Kendra
View full book text
________________
૩
(૧) કળશ આકૃત્રિી સિદ્ધચક્રનું ધ્યાન :
પ્રથમ વલયમાં આઠ પાંખડીવાળા કમળની કર્ણિકામાં વચ્ચે અરિહંત અને ચાર દિશાની ચાર પાંખડીમાં સિદ્ધ, આચાર્ય, ઉપાધ્યાય અને સાધુ તથા ચાર વિદિશાની ચાર પાંખડીમાં દર્શન, જ્ઞાન, ચારિત્ર, અને તપ - આ પ્રમાણે નવપદની સ્થાપના કરવી. બીજા વલયમાં અષ્ટ વર્ગ, ત્રીજા વલયમાં અડતાલીસ લબ્ધિપદો અને ચોથા વલયમાં આઠ ગુરુપાદુકા. તે પછીના વલયોમાં જયાદિ આઠ દેવીઓ, અઢાર અધિષ્ઠાયક દેવો, સોળ વિદ્યાદેવીઓ, ચોવીસ યક્ષયક્ષિણીઓ ગોળાકારમાં લેવાં. તે પછી ચાર દિશામાં ચાર દ્વારપાળ, ચાર વીર ગોઠવવા. દશ દિશામાં દશ દિક્ષાલ, કંઠમાં નવ નિધિ અને નીચે મૂળમાં નવ ગ્રહ-આ રીતે કળશની આકૃતિમાં જગતનાં સર્વ ઉત્કૃષ્ટ પદો-અમૃતમય પદો રહેલાં છે, તે વિચારી કળશાકાર આકૃતિથી સિદ્ધચક્રનું ધ્યાન કરવું. - અગર ઉપરના બધા પદોની ધારણા અનુકૂળ ન લાગે તો કળશ આકૃતિમાં જગતનાં સર્વ અમૃતમય ઉત્તમ પદો રહેલાં છે, તે વિચારી કળશાકાર આકૃતિથી સિદ્ધચક્રનું ધ્યાન કરવું.
(૨) કલ્પવૃક્ષની આકૃતિથી સિદ્ધચક્રનું ધ્યાન :
જો ધૂરિ સિરિ અરિહંત, મૃલ દઢ પીઠ પઈઢિયો કલ્પવૃક્ષના મૂળમાં અરિહંત પદ . સિદ્ધ, આચાર્ય, ઉપાધ્યાય અને સાધુ-આ ચાર પદો કલ્પવૃક્ષની મુખ્ય શાખાઓ છે. દર્શન, જ્ઞાન, ચારિત્ર અને તપ તેની પ્રશાખાઓ છે. અષ્ટવર્ગ, અડતાલીસ લબ્ધિપદો, આઠ ગુરુપાદુકા કલ્પવૃક્ષનાં પાંદડાં છે. જયાદિ આઠ દેવીઓ, અઢાર અધિષ્ઠાયક, સોળ વિદ્યાદેવીઓ, ચોવીસ યક્ષ, ચોવીસ યક્ષિણી, ચાર દ્વારપાળ, ચાર વીર, દશ દિપાલ, નવ ગ્રહ અને નવ નિધિ-આ તે વૃક્ષનાં ફૂલ છે. મોક્ષ એનું ફળ છે.
“સો સિદ્ધચક્ક ગુરુ કપ્પતરૂ, અખ્ત મન વંછિય ફલ દિયો”
આવું સિદ્ધચકરૂપ કલ્પવૃક્ષ અમારા સકલ મનવાંછિત પૂર્ણ કરો. આમ કલ્પવૃક્ષ આકૃતિથી સિદ્ધચક્રનું ધ્યાન કરવું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org