Book Title: Bhadrankarvijayjina Saniddhyani Divya Palo
Author(s): Babubhai Girdharlal Kadiwala
Publisher: Adhyatmik Sanshodhan ane Dhyan Kendra
View full book text
________________
પર
ચિંતવવા ‘નમોઝારિયા,'પદમાં સુવર્ણ સમાન પીળા વર્ગોને ચિંતવવા.“નમો ૩યા ,'પદમાં નીલમ રત્ન સમાન લીલા વર્ગોને ચિંતવવા અને “નમો નો સવસ[vi’પદમાં અંજન સમાન શ્યામ વર્ણો ચિંતવવા. આ અક્ષરો જ્યારે બરાબર સ્પષ્ટ અને સ્થિર દેખાય,તથા તેના રંગો બદલાઈ ન જાય, ત્યારે આપણું મન તેના પર સ્થિર થયું સમજવું. આ રીતે જ્યારે અક્ષરો પર મનની સ્થિરતા બરાબર થાય છે, ત્યારે એ અક્ષરોમાંથી પ્રકાશની રેખાઓ ફૂટતી જણાય છે અને છેવટે તે અદભુત જ્યોતિર્મય બની જાય છે. અક્ષરોને જ્યોતિર્મય નિહાળતાં પરમ આનંદ આવે છે અને આપણું હૃદયકમળ જે અધોમુખ હોય છે, તે ઊર્ધ્વમુખ થવા માંડે છે.
નમસ્કાર મંત્રના અક્ષરો તે સામાન્ય અક્ષરો નથી પરંતુ ભવાટવીમાં ભૂલા પડેલા પથિકના માર્ગદર્શક છે. નવકારના અક્ષરો અજરામર પદને અપાવનાર જડીબુટ્ટી છે. નવકારના અક્ષરોના જાપ અને ધ્યાન એ આત્મઅનુભવની દિવ્ય પ્રક્રિયાનાં મંગલમય સોપાન છે. ચિંતામણિ, કલ્પવૃક્ષ અને કામધેનુ કરતાં અધિક ફળદાયી છે. નવકારના પ્રત્યેક અક્ષર ઉપર ૧૦૦૮ વિદ્યાઓનો વાસ છે. પ્રત્યેક અક્ષરના અધિષ્ઠાયકો છે.
તે પછી પહેલું કમળ પરમાત્માના (૧) જમણા પગના અંગુઠા ઉપર સ્થાપન કરી તેમાં નવકાર ગણવો. તે રીતે (૨) ડાબા પગના અંગૂઠે (૩) જમણો ઢીંચણ (૪) ડાબો ઢીંચણ (૪) જમણો હાથ (૬) ડાબો હાથ (૭) જમણો ખભો (૮) ડાબો ખભો (૯) મસ્તક (૧૦) ભાલ પ્રદેશ (૧૧) કંઠ (૧૨) હૃદય - આ રીતે બાર કમળમાં બાર નવકાર ગણાવા અને નવ વખત આ રીતે કરવાથી ૧૦૮ થશે. નવકારના અક્ષરો સ્પષ્ટ સફેદ ચળકતા સ્ફટિક જેવા જોવા પ્રયત્ન કરવો. અક્ષરો સાથે એકમેક થતાં અક્ષરોના ઢાંકણા ખૂલી જશે. તેમાંથી અમૃતના ફૂવારા ઊડે, તેમાં સ્નાન કરવું. મંત્ર ચૈતન્ય જાગૃત થતાં વિશેષ પ્રકારના અનુભવો થશે.
આ રીતે નવપદનું પણ કમળાકારે ધ્યાન કરવું. તે પછી સિદ્ધચક્રના વલયો ગોઠવતા જવા અને આખું સિદ્ધચક્ર યંત્ર કળશની આકૃતિવાળું સામે ઉપસ્થિત કરવું અને તેનું ધ્યાન કરવું. સિદ્ધચક્ર અચિંત્ય પ્રભાવશાળી છે, મહા મંગલકારી છે અને શીધ્ર કર્મક્ષય કરીને મોક્ષ આપનાર છે. તેનું ધ્યાન વિશેષ પ્રકારે કરવું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org