Book Title: Bhadrankarvijayjina Saniddhyani Divya Palo
Author(s): Babubhai Girdharlal Kadiwala
Publisher: Adhyatmik Sanshodhan ane Dhyan Kendra
View full book text
________________
૪૮
સંબંધો સુધારવા શું કરવું? જૈ
સર્જનાત્મક દર્શન દ્વારા તમે કોઈની સાથે બગડેલા સંબંધો મૈત્રી તથા પ્રેમ ભર્યા કરી શકો છો. મનુષ્યના સ્વભાવની એક એવી વિશેષતા છે કેતમે સામી વ્યકિત માટે જેવું વિચારો છો તેનું તેના વિચારોમાં પ્રતિબિંબ પડે છે અને સામી વ્યકિત તમારા માટે જે વિચારે છે તેનું પ્રતિબિંબ તમારી અંદર પડે છે. માનસશાસ્ત્રની દૃષ્ટિએ આ વાસ્તવિક સત્ય છે.
આ નિયમ દ્વારા આપણે બગડેલા સંબંધો સુધારી શકીએ છીએ. આપણા મનમાં જેની સાથે સંબંધ બગડયો છે :
(૧) તેના પ્રત્યે મૈત્રી અને પ્રેમના વિચારો શરૂ કરીએ.
(૨) આપણા હૃદયમાં તેના પ્રતિ પ્રેમ ભર્યો છે તેવું આપણું પોતાનું દર્શન કરીએ.
(૩) સામા પાત્રનું હૃદય આપણા માટે પણ પ્રેમ અને મૈત્રી છે તેવો વિચાર કરીએ. અને
(૪) સામા પાત્રનું હૃદય આપણા પ્રત્યે પ્રેમથી ભરેલું નિહાળીએ છીએ ત્યારે પરિસ્થિતિ નાટકીય રીતે સુધરી જાય છે.
આ ચાર મુદ્દા મનોમન સાક્ષીરૂપ છે. બીજા સાથેના આપણા સંબંધોની સંપૂર્ણ જવાબદારી આપણે આપણા ઉપર લઈએ. સામા પક્ષનો દોષ છે તેવું આપણને લાગે છતાં, ક્ષણભર આવું થવા માટે હું પોતે જવાબદાર છું તેવું આપણે સ્વીકારી લેવું જોઇએ, અને સંબંધ સુધારવા આપણે ઉપરના ચાર મુદ્દા મુજબ પ્રયોગ કરીને પછી દશ્ય જોઈએ છીએ ત્યારે સંબંધોમાં Dramatic Change આવે છે.
Your Love thought directed towrards some one else, flies like a welldirected MISSILE towards that person. love thought will bring dramatic change.
(પ્રેમનો વિચાર કોઈ પણ જીવ પ્રત્યે મોકલવામાં આવે છે ત્યારે સાચી દીશામાં છોડેલ મીસાદિલની જેમ તે વ્યક્તિ પાસે પહોંચે છે અને અદ્ભૂત પરિણામ લાવે છે.)
કોઈ પણ મતભેદ, વૈર વિરોધની બાબતમાં `પ્રેમ' એ સૌથી અસરકારક ઉપાય છે. Cheerfuly admit the most effective thing you can do ``is
tolove"
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org