Book Title: Bhadrankarvijayjina Saniddhyani Divya Palo
Author(s): Babubhai Girdharlal Kadiwala
Publisher: Adhyatmik Sanshodhan ane Dhyan Kendra
View full book text
________________
(આવું સંવેદન કરવું.) આપણું અલગ વ્યક્તિત્વ ઓગળી ગયું છે.................. સમષ્ટિમાં આપણે ભળી ગયા છીએ............................. વિશ્વમય પરમાત્મા એ આપણું સર્વસ્વ છે. ................ મૈત્રીભાવનો પરમ આનંદ આપણે અનુભવીએ છીએ....
આ ધ્યાન પ્રયોગ નિત્ય કરવાથી સર્વ જીવો પ્રત્યે પ્રેમ, કરુણા, મૈત્રી વિકસિત થાય છે. ક્રોધ, માન, માયા આદિ કષાયો પાતળા પડે છે અને સાધના સમયે દિવ્ય આનંદ અને સુખનો અનુભવ થાય છે. જેની સાથે વેર, અમેત્રી થઈ હોય તેના ઉપર કરુણા ખાસ વરસાવવી; તેથી તે વ્યકિતના ભાવો બદલાઈ જશે. પરસ્પર મૈત્રી ઉત્પન્ન થશે.
આ મૈત્રીભાવનાની આરાધના - ધ્યાનથી સમ્યગ્દર્શનનાં શમ અને અનુકંપા ગુણો વૃદ્ધિ પામે છે. શમ અને અનુકંપા સમ્યગુદર્શનનાં લક્ષણો છે. . જેના પ્રત્યે અમૈત્રી થઈ હોય તેના પ્રતિ આ પ્રયોગ મુજબની કરુણાની ધારા વરસાવવી. દિવ્ય અને અદ્ભુત પરિણામ આવશે. આપણે જેવા ભાવ સામી વ્યકિત પ્રત્યે રાખીએ છીએ તેવો જ પ્રતિભાવ તેના તરફથી આવે છે, જેવો ધ્વનિ તેવો જ પ્રતિધ્વનિ (પડઘો) પડે છે. Action and reaction. are equal and opposite. - તમારી સાથે દુશ્મનાવટ રાખનાર ઉપર કરુણા વરસાવતું દશ્ય જુઓ. કેવો ચમત્કારિક પલટો આવે છે? અજ્ઞાનતા કે ગેરસમજને કારણે કદાચ કોઈ માણસ પ્રત્યે અમૈત્રી થઈ હોય તો ઉપરનો પ્રયોગ કરો. સફળતા તમારા હાથમાં જ છે.
માટે હવે “આપણે મનમાં ગમે તે વિચારીએ, કોણ જોવા બેઠું છે?” આવો અશુભ ભાવ કદી ન કરવો. તમારા મનમાં સકલ પ્રાણી પ્રત્યે મૈત્રી હશે તો તેમના હૃદયમાં પણ મૈત્રી ઉત્પન્ન થશે. પરંતુ તમારા હૃદયમાં સામા પાત્ર પ્રત્યે દ્વેષ હશે અને બહારથી દંભ રાખીને તમે કદાચ સારો વર્તાવ (અભિનય) દેખાડવા પ્રયત્ન કરશો તો પણ તમારા મનના વિચારોનો પ્રતિભાવ સામે પક્ષથી આવશે જ. તમારા હૃદયમાંથી પ્રેમ, કરુણા અને વાત્સલ્યનો ઝરો નિરંતર વહેતો રાખો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org