Book Title: Bhadrankarvijayjina Saniddhyani Divya Palo
Author(s): Babubhai Girdharlal Kadiwala
Publisher: Adhyatmik Sanshodhan ane Dhyan Kendra
View full book text
________________
૩૨
यस्य प्रभावाद्विजयो जगत्यां
Jain Education International
सप्तांगराज्यं भूवि भूरिभाग्यम् ।
परत्र देवेन्द्रनरेन्द्रता स्यात्
तत् सिद्धचक्रं विदधातु सिद्धिम् ॥
(સિદ્ધચક્ર પૂજન વિધિ-મંગલાચરણ) જેના મહાપ્રભાવ વડે વિશ્વમાં સર્વત્ર વિજયની પ્રાપ્તિ થાય છે, સાત અંગવાળું વિશાળ રાજ્ય પ્રાપ્ત થાય છે, પરલોકમાં દેવેન્દ્ર અને નરેન્દ્રની પદવી પ્રાપ્ત થાય છે, એવું આ સિદ્ધચક્ર મહાયંત્ર અમને સિદ્ધિ આપો. किं बहूक्तेन भो મા:, अस्यैवाराधकैर्नरैः 1 तीर्थकृन्नामकर्माऽपि, हेलया समुपार्जते 11
.
(સિદ્ધચક્ર પૂજન વિધિ-ત્રીજી ચોવીશી-છેલ્લો શ્લોક.) આ સિદ્ધચક્રજીના ગુણોનું બહુ વર્ણન કરવાથી શું? અર્થાત્ આ સિદ્ધચક્રજીની આરાધનના પ્રભાવથી તેનો આરાધક ત્રણ ભુવનને પૂજનિક એવું તીર્થંકર નામકર્મ ક્ષણ માત્રમાં ઉપાર્જન કરે છે. માટે જ શ્રીપાલના રાસમાં બીજા ખંડમાં વિદ્યાધર મુનિરાજની દેશનામાં કહ્યું છે
નવપદ મહિમા તિહાં વર્ણવેજી, સેવો ભવિક સિદ્ધચક્ર રે; ઈહભવ પર ભવ લહિએ એહથીજી, લીલા લહેર અથક્ક રે.
દેશનામાં નવપદના મહિમાનું વર્ણન કરે છે : ``હે ભવ્ય જીવો! તમે સકલ મંત્રતંત્રયંત્રાધિરાજ રાજેશ્વર, સકલ મનવાંછિતપૂર્ણ કરનાર, ચિંતામણિ અને કલ્પવૃક્ષ કરતાં અધિક પ્રભાવશાળી એવા સિદ્ધચક્ર ભગવાનની સેવા કરો, તેમની સેવાથી આ લોક અને પરલોકમાં સર્વત્ર કાર્યસિદ્ધિ થાય છે. દુઃખ દોષગ સવિ ઉપશમેજી, પગ પગ પામે દ્ધિ રસાલ રે; એ નવપદ આરાધતાંજી, જિમ જગ કુંવર શ્રીપાલ રે.” આ સિદ્ધચક્ર ભગવંતના પ્રભાવથી સર્વ દુઃખ અને ધૈર્ભાગ્ય નાશ પામે છે, ચિંતાઓ ચૂર્ણ થઈ જાય છે, સર્વ ભય, શોક અને ઉપાધિથી મુકત બની જવાય છે, સુખ, શાન્તિ, આનંદ અને નિર્ભયતા પ્રાપ્ત થાય છે. આત્માના પૂર્ણ શુદ્ધ ચૈતન્યનો અનુભવ અને પ્રાપ્તિ થાય છે. ``હે ભવ્ય આત્માઓ! જે રીતે શ્રીપાલ મહારાજાએ નવપદમય સિદ્ધચક્રનું આરાધન ર્યું, તે રીતે તમે પણ આરાધના કરો, તેના પ્રભાવથી તમે મોક્ષ પર્યંતની
For Private & Personal Use Only
www.jainelibrary.org