Book Title: Bhadrankarvijayjina Saniddhyani Divya Palo
Author(s): Babubhai Girdharlal Kadiwala
Publisher: Adhyatmik Sanshodhan ane Dhyan Kendra
View full book text
________________
૨૩
આચાર્યપદમાં પીળા પોખરાજના રત્ન જડેલા અક્ષરો, ઉપાધ્યાય પદમાં નીલમરત્નના અક્ષરો, સાધુપદમાં કાળા શનિ રત્નના અક્ષરો પ્રયત્ન કરવાથી દેખાય છે. નમો અરિહંતાણં' તેવું ચાંદીનું ખોખું- જેમાં હીરાનું સેટીંગ બાકી છે, તે હીરા ને કલ્પનાથી ખોખામાં જડવાથી સફેદ રત્નના અક્ષરો દેખાય છે. તે રીતે દરેક પદમાં ઉપર મુજબના ચાંદીના ખોખામાં તે તે વર્ણવાળા રત્નોના અક્ષરો ફીટ કરવાથી દરેક વર્ણવાળા અક્ષરો દેખાય છે.
દેવાધિદેવની ભકિતનો રસ બાર મહિનામાં આપની કૃપાથી વધતો જાય છે. આપના માર્ગદર્શન મુજબ સાધનામાં વધુ આગળ જવા જિજ્ઞાસા છે.
પૂ. ગુરુમહારાજ - નવકારના પ્રત્યેક અક્ષર ઉપર ૧૦૦૮ વિદ્યાઓનો વાસ છે. પ્રત્યેક અક્ષરના અધિષ્ઠાયકો છે. નવકારના અક્ષરો તે સામાન્ય અક્ષરો નથી, પરંતુ ભવ અટવીમાં ભૂલા પડેલા પથિકના માર્ગદર્શક છે. નવકારના અક્ષરો અજરામર પદ અપાવનાર જડીબુટ્ટી છે. નવકારના અક્ષરોનો જાપ અને ધ્યાન, આત્માના અનુભવની દિવ્ય પ્રક્રિયાના મંગલમય સોપાન છે. ચિંતામણિ, કલ્પવૃક્ષ અને કામધેનુ કરતાં અધિક ફળદાયી છે. નમસ્કાર મંત્રના જાપ વખતે ભાવના પણ કરવી.
પ્રણિધાન હે પરમ મંગલ નવકાર! તારા શરણે આવેલો હું એટલું જ માગું છું કે તારા અચિંત્ય પ્રભાવથી નિયમિત, અખંડ રીતે, ઉત્સાહથી અને એકાગ્રતા સાથે પરમપદની પ્રાપ્તિના ઉદ્દેશથી તને આરાધવાનું સામર્થ્ય મારામાં પ્રગટો! બસ, તે સિવાય બીજાં કંઇ પણ મારે જોઇતું નથી.
મેરુપર્વત જેટલું સોનું, વિશાળ સામ્રાજ્ય, દેવલોક આદિ સંપદાઓ આ બધું મળવું સુલભ છે પણ ભવચક્રમાં ભાવથી નમસ્કાર મંત્ર મળવો અતિ દુર્લભ છે. માટે જાપ વખતે મનને સમજાવવું. હે મન! આ નવકાર શું ચિંતામણિ છે? કામધેનુ છે? કલ્પવૃક્ષ છે? ના. નવકાર તો આ સર્વથી અધિક છે. કારણ કે ચિંતામણિ, કલ્પવૃક્ષ આદિ કલ્પેલી વસ્તુ આપે છે. પણ નવકાર તો અકલ્પનીય એવું મોક્ષ આપે છે, માટે તે મન! તને હું ભાવથી વિનંતિ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org