Book Title: Bhadrankarvijayjina Saniddhyani Divya Palo
Author(s): Babubhai Girdharlal Kadiwala
Publisher: Adhyatmik Sanshodhan ane Dhyan Kendra
View full book text
________________
૨૮
(પરમાત્માની કરુણાને હૃદયમાં ઝીલવા માટેનો આ પ્રયોગ છે. તે બીજા મુમુક્ષુ સાધકોને ઉપયોગમાં આવી શકે તે રીતે લખેલ છે.)
પરમાત્મા અરિહંત દેવ બિરાજમાન છે. (શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ ભગવાન અથવા બીજી જે પ્રભુની મૂર્તિ આંખ બંધ કરીને સામે આવે તેની કલ્પના કરવી.) પરમાત્મા કરુણાના પૂર્ણ ભંડાર છે. પરમાત્માના નેત્રમાંથી કરુણાની ધારા નીકળે છે...........
તે કરુણાની ધારાનો રંગ સફેદ, ચળકતો અને પ્રવાહી છે. શરદ પૂર્ણિમાના ચંદ્રના કિરણ જેવો અથવા ચાંદીના રસ જેવો અથવા દૂધ જેવો છે. તે ધારાનો પ્રવાહ આપણા ઉપર વરસે છે.........
આપણે તે કરુણાના ધોધમાં સ્નાન કરીએ છીએ.............
આપણાં રોમરાજી વિકસ્વર થાય છે. ..... તે વિકસિત રોમના છિદ્રો દ્વારા કરુણાની ધારા આપણા શરીરમાં પ્રવેશે છે, આપણા લોહીના અણુએ અણુમાં વ્યાપ્ત થઈ જાય છે.
કરુણાનો ધોધ આપણા બ્રહ્મરંધ્ર (મસ્તક ઉપરનો ભાગ) ઉપર પડે છે..... ત્યાંથી તે ધોધ આપણા હૃદયના મધ્યમાં પડે છે. હૃદય ઊંધું હતું, તે સીધું થઈ જાય છે. કરુણાની ધારાથી હ્રદય પૂર્ણ ભરાય છે, over flow થાય છે. (ઊભરાય છે) તે કરુણા આપણા આત્માના પ્રદેશે પ્રદેશે વ્યાપક બની જાય છે.
(સાધક પ્રભુની કરુણા શકિતનો વિચાર કરે છે) પરમાત્માની કરુણામાં અચિત્ત્વ શકિત છે........... પરમાત્માની કરુણામાં સર્વ દુઃખ નાશ કરવાની શકિત છે.
પરમાત્માની કરુણામાં સર્વ ચિંતાઓ ચૂર્ણ ક૨વાની, સર્વ રોગ, શોક ભયથી મુકત કરવાની શક્તિ છે.
પરમાત્માની કરુણામાં સર્વ મનોરથ પૂર્ણ કરવાની શકિત છે. આ મહાકરુણાના પ્રભાવથી હું નિગોદમાંથી બહાર નીકળ્યો. ત્યાંથી અહીં સુધી પહોંચ્યો. અહીં સર્વ ઉત્તમ પ્રકારની સામગ્રી પ્રાપ્ત થઈ. તે પ્રભાવ અરિહંત પરમાત્માની કરુણાનો છે.
આપણે બોલીએ છીએ, ચાલીએ છીએ, ખાઈએ છીએ, પીએ છીએ, આંખનું પોપચું પણ બંધ કરેલું ખુલે છે, હૃદય એક ધબકારો થયા પછી બંધ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org