Book Title: Bhadrankarvijayjina Saniddhyani Divya Palo
Author(s): Babubhai Girdharlal Kadiwala
Publisher: Adhyatmik Sanshodhan ane Dhyan Kendra
View full book text
________________
૨૪.
કરું કે તે નમસ્કાર મંત્રના સ્મરણમાં જરા પણ પ્રમાદ કરીશ નહીં.
ગુરુ મહારાજ - તારે હમણાં વર્ધમાન તપનો પાયો નાંખવાનો તપ ચાલે છે. એ તપ સાધનામાં દેહ આદિ સાધનની શુદ્ધિ માટે ખૂબ ઉપયોગી છે. તપ અને નમસ્કાર મંત્રનો જપ બન્નેનો સુમેળ આત્માના ઉત્થાનના માર્ગે આગળ વધવા માટે જરૂરી છે.
નવકારના જાપ સાથે સિદ્ધચક્રનું ધ્યાન જરૂરી છે. દસ મિનિટ નવકારનો જાપ કરવો, તે પછી એક મિનિટ સિદ્ધચક્રનું ધ્યાન કરવું. સિદ્ધચક્ર એ મંગલમય - કળશની આકૃતિ છે. તે કળશ જગતના મહાન અમૃતમય તત્ત્વો (પદો) થી પૂર્ણ ભરેલો છે. તેવા અમૃતથી પૂર્ણ ભરેલા કળશની આકૃતિવાળા સિદ્ધચક્રનું ધ્યાન કરવું. તે કળશને ઉપયોગપૂર્વક જોઇ રહેવો.
સિદ્ધચક્રના મધ્યબિંદુમાં કઈ મંત્ર છે. તે અરિહંત પરમાત્માનો મંત્રમય દેહ છે. કરુણાના સાગર અરિહંત પરમાત્મા નિર્વાણ પામી મોક્ષમાં પધાર્યા ત્યારે જગતના જીવો ઉપરની અતિ કરુણાના કારણે પોતાના મંત્રાત્મક દેહને અહીં મૂકીને ગયા છે તે મંત્રાત્મક દેહ તે મર્દ છે. માટે મર્દ નું ધ્યાન કરવું. સ્વ રૂપ અતિ દિવ્ય છે. તેનું સાક્ષાત્ વર્ણન તો કેવલજ્ઞાની સિવાય કોઇ કરવાને સમર્થ નથી.
અ' એ પરમેશ્વર પરમેષ્ઠિનો વાચક છે. સર્વોત્તમ ઐશ્વર્યવાળા પરમેશ્વરનું સ્વરૂપ તે મર્દ મંત્ર છે. સકલ રાગાદિમલ રૂપ લંકથી રહિત, સર્વ જીવોના યોગ અને ક્ષેમને વહન કરનારા, પ્રસન્નતાના પાત્ર, જ્યોતિસ્વરૂપ, દેવાધિદેવ, સર્વજ્ઞ એવા અરિહંતદેવનો વાચકમંત્ર મર્દ છે.
(ગર્દ સકલ આગમોમાં ઉપનિષદ્ સુત્ર છે. એટલે કે ઇહલૌકિક, પરલૌકિક-સર્વ ફળો આપનાર ગણિપિટકરૂપ સમગ્ર દ્વાદશાંગી આગમનું રહસ્ય છે. સ્વ-પર સમયના સર્વ આગમોના તત્ત્વરૂપે ઝ' નું પ્રણિધાન કરાય છે. આ મહામંત્ર ' ના ધ્યાનના પ્રભાવથી વિઘ્નોનું સમૂલ ઉચ્છેદન થાય છે. પુનઃ ઉત્પન્ન ન થઇ શકે તે રીતે વિક્નોનો વિચ્છેદ થાય છે. "अखिल दृष्टादृष्ट फलं संकल्पकल्पद्रुमोपमं"
- સિદ્ધહેમ શબ્દાનુશાસન બૃહદ્ઘત્તિ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org