Book Title: Bhadrankarvijayjina Saniddhyani Divya Palo
Author(s): Babubhai Girdharlal Kadiwala
Publisher: Adhyatmik Sanshodhan ane Dhyan Kendra
View full book text
________________
પ્રથમ વખત મેળાપ થયો.
૨૦૧૩ના ચૈત્ર મહિનાની ભીલડીયાજી મહાતીર્થમાં શાશ્વતી ઓળીની આરાધનાનો મહામંગલકારી પ્રસંગ છે. ત્યાં અધ્યાત્મયોગી પં. ભદ્રકર વિજયજીની પરમ પાવનકારી નિશ્રામાં શાશ્વતીઓનીનું આરાધન ચાલી રહ્યું છે.
હજા સાધકને પૂ. ગુરુ મહારાજનો પ્રથમ પરિચય છે. છતાં પૂ. ગુરુમહારાજની મહાનતા, વાત્સલ્યભાવ અને અધ્યાત્મની ઉચ્ચ અવસ્થાના પ્રભાવથી સાધકના હૃદયમાં પવિત્રભાવોનું બીજારોપણ શરૂ થયું છે.
પૂજ્ય ગુરુમહારાજની અદ્ભુત મુખાકૃતિ, જાનુ સુધી લટકતા હાથ, મસ્તક ઉપર શિખા, મુખ ઉપર નિર્મળ સ્મિત, મધુર અને હૃદયસ્પર્શી વાણીથી સાધકને સદ્ગુરુના પરિચયની તાલાવેલી થઈ. ગુરુના દ્વાર તો અભંગ, સદા ખુલ્લાં. સદ્ગુરુ સહાયના ભંડાર. મનોહર સ્મિત ભર્યા મુખારવિંદથી વિભૂષિત ગુરુનો પ્રથમ પરિચય થાય છે.
૨૦૧૩ના ચૈત્ર સુદ ૧૩ની બપોરે મનોહર તત્ત્વલક્ષી વાર્તાલાપ શરૂ થાય છે -
સાધક : જીવનનું લક્ષ્યાંક શું રાખવું?
પૂ. ગુરુમહારાજ : અનંત ઉપકારી જિનેશ્વર ભગવંતોએ આત્મસ્વરૂપની પ્રાપ્તિ- એ જીવનનું લક્ષ્યાંક બતાવ્યું છે. સંપૂર્ણપણે આત્મસ્વરૂપની પ્રાપ્તિ" આ જન્મમાં શક્ય નથી. અપેક્ષિત સામગ્રી પ્રાપ્ત થયે બીજા જન્મમાં થશે. વર્તમાન જીવનનું લક્ષ્યબિન્દુ આત્મસ્વરૂપનો અનુભવ કરવો" તે રાખવું. દર્શન, પૂજનથી માંડીને સંયમજીવન સુધીની બધી ધર્મ પ્રવૃત્તિનું લક્ષ્યાંક આત્માનો અનુભવ પ્રાપ્ત કરવો તે છે.
સાધક : તે લક્ષ્યાંક શા માટે રાખવું જોઈએ? પૂ. ગુરુ મહારાજ : જીવની મુખ્ય પાંચ ઈચ્છાઓ છે. જીવની પાંચ મુખ્ય ઈચ્છાઓ :
(૧) જીવની પહેલી ઇચ્છા જીવવાની છે. એક સો વર્ષની ઉમર થઈ " હોય, છતાં થોડું વધારે જીવવા માટે મનુષ્ય પ્રયત્ન કરે છે. દેવલોકમાં પલ્યોપમ સાગરોપમનાં આયુષ્ય હોય છે, છતાં મૃત્યુ આવે છે તે ગમતું નથી. સૌથી મોટું આયુષ્ય અનુત્તર વિમાનવાસી દેવોને હોય છે, છતાં ત્યાં પણ મૃત્યુ આવે છે. જીવની સૌથી પ્રબળ ઈચ્છા જીવવાની છે, છતાં તે કદી પૂરી થતી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org