Book Title: Aspect of Jainology Part 2 Pandita Bechardas Doshi
Author(s): M A Dhaky, Sagarmal Jain
Publisher: Parshwanath Vidyapith
View full book text
________________
ભગવાન મહાવીરની ધર્મકથાઓ અને દશ ઉપાસકે દિત કરતા બીજા શિક્ષાદિ વ્રત જેડીને ગૃહસ્થના બાર વ્રતો નિશ્ચિત કરવામાં આવ્યા છે. અહીં આવા ગ્રહસ્થવ્રત પાળ તારા આનંદ આદિ દશ શ્રાવકોના આદર્શ જીવન દર્શાવાયાં છે. આ દશ દશ ઉપાસકે ખૂબ જ સમૃદ્ધિશાળી અને વ્યવહારકુશળ વૈશ્યો અને તત્કાલીન સમાજના પ્રતિષ્ઠિત નાગરિકો છે. મહાવીરના અનુયાયી બની તેઓ ગૃહસ્થના વ્રત અંગીકાર કરે છે. તેમાં તેમને વિના નડે છે છતાં નિશ્ચળ રહે છે અને ઉત્તરોત્તર વધુ ધર્માભિમુખ બને છે. એમનાં ઉદાહરણ આપી ભગવાન મહાવીર પિતાને શ્રમણ સમુદાયને દઢતામાં એમને અનુસરવાની સલાહ આપે છે.
આ મૂળ અંગ ગ્રંથે આર્ષ પ્રાકૃત એટલે કે અર્ધમાગધીમાં અને વિશિષ્ટ શૈલીમાં રચાયેલાં છે. ભગવાન મહાવીરની ધર્મકથાઓ'ની પ્રસ્તાવનામાં કાકાસાહેબ કાલેલકરે સ્પષ્ટ કર્યું છે તેમ અનુવાદનો ઉદ્દેશ મળ ગ્રંથ આગળ રાખી તે શીખવામાં વિદ્યાર્થીઓને મદદ થાય તેવો નથી, પણ સામાન્ય વાચકને જૈન આગમમાં આવેલી વસ્તુ પ્રામાણિક અનુવાદમાં જ સીધી રીતે મળી શકે તે છે. આથી અહીં મૂળને શબ્દશઃ અનુવાદ આપવામાં નથી આવ્યા. આગમ ગ્રંથોમાં અત્રતત્ર અનેક વસ્તુનું પુનરાવર્તન થયાં કરે છે. વળી ભગવાન મહાવીર, આર્ય સુધર્મા, પરિષદ, ધર્મદેશના, રાજાઓ રાણીઓ, સાર્થવાહ, ઉપાસક-ઉપાસિકાઓ, ચિત્ય, નગર, દીક્ષા, કળાગ્રહણ આદિ અનેક વિષય
ત્યાં આવે ત્યાં તદ્દન એકસરખું જ વર્ણન આપી દેવામાં આવે છે. મોટા ભાગે આવા રૂઢ વર્ણનો જે વર્ણ કે તરીકે ઓળખાય છે – ના આદિઅંતના બેત્રણ શબ્દો બાકીનું વર્ણન “વરણએ.' એટલે કે પૂર્વવર્ણન પ્રમાણે એવી સૂચના આપી છેડી દેવાય છે. આ અનુવાદમાં આવા વારંવાર આવતા વર્ણનને ટાળવામાં આવ્યા છે તથા પુનરાવર્તિત લાગતી કે પીછપેષણરૂપ લાગતી સામગ્રીને અનુવાદ નથી કરવામાં આવ્યું. આમ આ અનુવાદ ભાવાનુવાદ છે. મૂળ ગ્રંથને આશય સ્પષ્ટ થાય, મૂળની કાઈ આવશ્યક વિગત રહી ન જાય અને અર્થતત્વની પ્રામાણિકતાને આંચ ન આવે તથા કથાની સળંગસૂત્રતા જોખમાય નહીં તેની ઝીણવટભરી કાળજી લઈ પંડિતજીએ આ અનુવાદ તૈયાર કર્યો છે.
બને ગ્રંથમાં મૂળ સૂત્રમાં આવતા ઐતિહાસિક અને ભૌગોલિક નામો તથા જૈન આચારના પારિભાષિક શબ્દો ઉપર તુલનાત્મક ટિ૫ણ પરિશિષ્ટરૂપે આપવામાં આવેલ છે. તથા અંતે અનુવાદમાં વપરાયેલ કઠિન શબ્દ કોશ આપવામાં આવેલ છે. જે સામાન્ય વાચકને માટે પણ અનુવાદને સમજવાનું તદ્દન સરળ બનાવે છે. ટિપણુમાં આપેલી એતિહાસિક-ભૌગોલિક સામગ્રી પંડિતજીની વેધક તુલનાત્મક દૃષ્ટિની પરિચાયક છે અને ભારતીય સંસ્કૃતિના અભ્યાસીઓને માટે મબલખ માહિતી પૂરી પાડે છે.
આજથી પચાસ વર્ષ પૂર્વે ભગવાન મહાવીરની ધર્મકથાઓ'ની પ્રસ્તાવનામાં કાકાસાહેબે પ્રસ્તુત અનુવાદ અને અનુવાદક વિશે લખ્યું છે–
આવા ગ્રંથને લીધે જૈન આગમાનું મૌલિક અધ્યયન વધે અને આખા સમાજમાં ધર્મચર્ચા અને ધર્મ જાગૃતિને ચલન મળે એવી અપેક્ષા રાખેલી છે. અને એટલા જ ખાતર, જેમણે આખો જમાને જૈન ધર્મશાસ્ત્રોના અધ્યયન પાછળ ગાળ્યો છે એવા પંડિત બેચરદાસની આ અનુવાદ માટે
જના કરી છે. મૂળ શાસ્ત્ર પ્રત્યે અનન્ય શ્રદ્ધા અને સાંપ્રદાયિક સંકુચિતતાનો અભાવ આ બે ગુણોને લીધે તેમનું કામ હંમેશ આદરણય ગણાયું છે.'
આ શબ્દ અત્યારના સંદર્ભમાં પણ એટલા જ સાચા છે. પ્રસ્તુત અને ગ્રંથે વર્ષોથી અપ્રાપ્ય છે. બંનેનું પુનર્મુદ્રણ થાય તે આવશ્યક છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org