________________
,
18
પ્રસ્તાવના. વધારે થયે છે અને તેથી કાંઈક પુનરાવર્તન જેવું પણ થયું છે, પરંતુ તેમ કરવું ઉપર્યુક્ત કારણથી અતિ આવશ્યક છે એમ એક વિદ્વાન મિત્રને સ્વાધીન મત હોવાથી તેમજ હાલમાં લાંબી ટીકાવાળા ગ્રંથ માટે પણ તેમ કરવાની પદ્ધતિ શરૂ થયેલ હોવાથી અવ તેમ કરવાનું યોગ્ય ધારવામાં આવ્યું છે. એ ખાસ વધારામાં મૂળમાં જે પાઠ સ્વીકાર્યો છે તેજ દાખલ કરવામાં આવે છે તેથી પાઠાંતર માટે તો વિવેચન તરફ જ જોવાની જરૂર રહેશે.
મુંબઈ નિવાસી અને જૈન ગ્રંથ છપાવવાની બાબતમાં પહેલા કરનાર શ્રાવક ભીમશી માણેકે “આનંદઘન અને ચિદાનંદ બહેતરીના નામથી એક બુક છપાવેલ છે. એ પુસ્તક બહુ સુંદર રીતે છાપ્યું છે પણ તેમાં બહુ અશુદ્ધિ જોવામાં આવી. આથી આ પદની ચાર પ્રતા મેળવી. એક બહુ શુદ્ધ પ્રત મુનિરાજશ્રી ભક્તિવિજયજી (શ્રી આત્મારામજી મહારાજના પ્રશિષ્ય) તરફથી મળી હતી અને બે પ્રતે સુ. લીમીચંદ ઘેલાભાઈએ શ્રી પાલીતાણાના અબાલાલજીના ભડારમાંથી લઇને મેકલી આપી હતી. એક ચોથી પ્રત પુસ્તકના આકારમાં લખેલ એક યતિ પાસેથી મળી હતી. એ ચાર પ્રતે ઉપરથી મૂળ પાઠ તૈયાર કરવામાં આવેલ છે. એમાં જ્યાં જ્યાં પાઠાત મૂકવા ચોગ્ય લાગ્યા ત્યાં ત્યાં મૂક્યા છે. પાઠાંતરે નોટમાં લખવાનું ખાસ કારણ એ છે કે આ પ ગાન કરવાાગ્ય છે અને ગાન કરતાં એકાદ અક્ષર વધવા ઘટવાથી લય ટી જાય તે કર્તાને જ જાણે લયનું પૂર્ણ જ્ઞાન નહોતું એ આક્ષેપ આવી જાય. આથી ત્યા લયને આદ્યાત અથવા અસર કરે એવા પાઠાંતર પ્રાપ્ત થયા છે ત્યાં તેને બનતાં સુધી નેટની અંદર જ લખવામાં આવ્યા છે. અર્થવિચાર
મા પણ પાઠાંતરને મોટો ઉપયોગ છે અને કેટલાક પાઠાંતરો તો અર્થમાં મોટો ફેરફાર કરે છે. કેટલાક પાઠાંતરને અર્થ ન બેસવાથી લેખકે તેને ફેંકી દે છે એથી ભવિષ્યમાં બહુ નુકશાન થાય છે તેથી બનતાં સુધી સર્વ પાઠાતરે નેટમાં લખવામાં આવ્યા છે. જો કે આ સ્થળે આનંદઘનજીના હસ્તે લખેલી કે તેઓના સેવકની લખેલી પ્રતિ મળી હતી તે કઈ પણ કહેવાનું રહેતું નહીં, પણ તે ન મળવાથી આ પ્રયત્ન કરવાાગ્ય અને ઉપાગી લાગે છે.