Book Title: Anandghan Padya Ratnavali Part 01
Author(s): Motichand Girdharlal Kapadia
Publisher: Jain Dharm Prasarak Sabha

View full book text
Previous | Next

Page 12
________________ 11 પ્રસ્તાવના પ્રમાણમાં બનવું મુશ્કેલ છે, પરંતુ દિગદર્શન કરાવવા પ્રયત્ન કરવામાં આચ્છે છે તે શાસ્ત્રમાનની જિજ્ઞાસા થવાના ઉદ્દેશથી જ કરવામાં આ છે અને તે સર્વે અભણ થયું હોય તે તે આનંદપ્રદ છે. ઘણુ પ્રાણુઓ એવા વિષયનાં પુસ્તક વાંચી શકે પણ નહિ તેઓને આવું દિગદર્શન જેટલું વિવેચન પણ લાભ કરનારું થાય એમ લાગે છે. આવા મહાનું અર્થગૌરવવાળાં પદો ઉપર સારી રીતે વિવેચન કરવાની આવશ્યક્તા એટલા માટે છે કે અપૂર્વ વિદ્વાનના એક એક વાક્યમાં અર્થચમત્કૃતિ રહેલી હોય છે. ભાવપૂર્ણ પદેના પ્રત્યેક વાયપર એટલું વિવેચન થઈ શકે તેમ છે કે અત્ર જેટલું લખાણ કર્યું છે તે અત્યંત અલ્પ છે એમ કહેવામાં અતિશયોક્તિ જરાપણું નથી. એક પાંચમા કે છઠ્ઠા પદ પર જ જે સંપૂર્ણ વિવેચન કરવામાં આવે તે આવાં અનેક પુરત ભરાય તેમ છે. આવાં અપૂર્વ અર્થઘટનાવાળાં પદના વિવેચનમાં જેમ જેમ શાંતિથી વિચાર કરવામાં આવે તેમ તેમ વધારે અર્થપ્રુર થાય તેમ છે. વિશેષ શાસ્ત્રજ્ઞાન અને અનુભવ થયા પછી સુમારે દશ વરસ પછી તદ્દન નવીન વિવેચન આ જ પદનું કરવા ધારણા છે અને એમ લાગે છે કે વિષય કષાયાદિની મંદતા થયા પછી શાંત અવસ્થામાં કદાચ વધારે સુંદર વિવેચન લખવાનું બની શકશે. આ વિવેચનમાં શબ્દાર્થ, અક્ષરાર્થ અને ભાવાર્થને ક્રમ જળવવામાં આવ્યું છે. જેઓને વિવેચન વાંચવાની જરૂર, અવકાશ કે અપેક્ષા ન હોય તે અર્થવિચારણા કરી શકે તેથી માત્ર શબ્દાર્થ પણ નેટમાં આવે છે અને તેમ કરવાને હેતુ એટલે છે કે કેટલાક સ્વતંત્ર વિચાર કરી શકે તેવા પ્રાણ પુરૂને વિવેચન વાંચવાની જરૂર ન હોય તે તેઓ તેમ પણ કરી શકે. વળી એકલું ગાન કરવાની ઈચ્છા હોય તેને એક ગાથા પછી બીજી ગાથા પ્રાપ્ત કરતાં વચ્ચે પૃષ્ઠો મૂકી દેવાં પડે અને ગાવાના લયમાં ભંગ પડે એ સ્થિતિ વિવેચન છપાઈ ગયા પછી જણાઈ અને એમ થતાં કર્તાના મૂળ ઉદ્દેશને ખામી આવે એમ લાગ્યું તેથી પુસ્તકને છેડે પચાસે પદ મૂળ સ્વરૂપે પણ આપી દીધાં છે કે જેને ઉપગ ગાનાર બહુ સારી રીતે કરી શકશે. આથી પુસ્તકમાં ચેડાં પૃષ્ઠને

Loading...

Page Navigation
1 ... 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 ... 832