________________
પુસ્તક ૧-લું
એટલી વાત જરૂર છે કે મિથ્યાત્વદશામાં આહારક નામકમ અને તીર્થંકર નામકર્મ એ બન્નેની સત્તા નથી હોતી, પરંતુ એકલા જિનનામકર્મની સત્તા આત્મામાં મિથ્યાત્વદશા હોય તે પણ શાસ્ત્રકારોએ માન્ય કરેલી છે, પરંતુ તેવી મિથ્યાત્વદશામાં જગતું. ઉદ્ધારકપણુ આદિ પરેપકાર-દષ્ટિ નહિ રહેવાને લીધે તીર્થકર નામકર્મને બંધ તે કેઈપણ પ્રકારે શાસ્ત્રકારોએ માન્ય નથી અને માની શકાય તેમ પણ નથી.
તીર્થકર—નામકર્મનાસામાન્ય બંધને અંગે આવી રીતે અંતઃકટાકેદી સાગરોપમને કાળ તીર્થંકરપણું પરિપકવ કરવા માટે ગણાય અને તેથી કેડે જન્મથીજ તીર્થંકરપણું સિદ્ધ થાય એમ કહી શકાય, પરંતુ વિશેષથી વિચારીએ તે ત્રણ જન્મ શિવાય તે તીર્થંકર પણું સાધ્ય થઈ શકે જ નહિં.
કઈ પણ કાળે કઈ પણ જીવ જે ભવમાં તીર્થકર થવાના હેય તેજ ભવમાં તીર્થકર નામકર્મ નિકાચિત કરી બાંધે અને તીર્થકર થાય તેવું બન્યું નથી, બનતું નથી અને બનશે પણ નહિં. તીર્થકર થવાવાળા જીવને ઓછામાં ઓછા તીર્થંકર થવાના પહેલાંના ત્રીજા ભવે તે જરૂર તીર્થકર-નામકર્મ વીસસ્થાનકના આરાધનદ્વારા નિકાચિત કરવું પડે છે, તેવી રીતે પહેલાના ત્રીજા ભવદ્વારા વીસસ્થાનકના આરાધન શિવાય કઈ પણ કાળે તીથ કર—નામકર્મ નિકાચિત કરી શકતું નથી.
એક વાત એ પણ ધ્યાનમાં રાખવાની છે કે કેટલાંક કર્મો સામાન્યરીતે બદ્ધ, પૃષ્ટ અને નિધત્તદશામાં હોય છે. તે કર્મોને ભગવટો તે ભવમાં કે અન્ય ભવમાં થઈ જાય છે, પરંતુ જિનેશ્વરપણને મેળવી આપનાર એવું જિનનામ કર્મ સામાન્ય બંધથી ભલે અંત:કેટાકેટી સાગરોપમની સ્થિતિવાળું છે અને તેટલાકાળ સુધી તે કર્મ આત્મામાં રહે છે, છતાં તે જિનનામ કર્મ એવાજ વિચિત્ર સ્વભાવાળું છે કે તીર્થકર થવાના ભાવથી પહેલાના ત્રીજા ભવે નિકાચિત કર્યા