Book Title: Agam Jyot 1977 Varsh 13
Author(s): Agmoddharak Jain Granthmala
Publisher: Agmoddharak Jain Granthmala

View full book text
Previous | Next

Page 179
________________ પુસ્તક -થું ૧૭ આ જ રીતે શ્રી નવકાર વારંવાર ગણીને તેના સંસ્કાર આપણા આત્મા ઉપર દઢ બનાવવાથી અંત સમયે આપણું ચિત્ત શ્રી નવકારમય બનવાથી સદ્ગતિ થાય છે અને પરભવમાં જિનધર્મની પ્રાપ્તિ માટે આ સંસ્કારે બીજરૂપકારણભૂત બને છે. પ્ર. કર્મક્ષીણ થઈ જાય, સર્વજ્ઞ બની જાય પછી શું આત્માને શ્રી નમસ્કાર મહામંત્રના આલંબનની જરૂર ખરી કે? જે જરૂર ન હોય તે શ્રી નમસ્કાર મહામંત્રની આરાધના કયાં સુધી કરવી? વર્ષ-૧ પૃ. ૩૪ ઉ. કર્મ ક્ષીણ થઈ ગયા પછી શ્રી નમસ્કાર મહામંત્રની આરાધના કરવાની કંઈ જરૂર નથી, બાકી તે ભેજન ભૂખ ભાંગવાના ઉદ્દેશ્યથી જ કરાય છે. ભૂખ ભાંગ્યા પછી રસાદિકના સદુભાવે કદાચ જીભ હા કહે પણ મન અને મોટું તે તુરત જ ના કહેશે. - જેઓ ઘાતકર્મથી રહિત થયા હોય તેમને અરિહંત આદિ પરમેષ્ટિઓનું પૂજન-જપ જરૂરી નથી. આત્મા એ જ અરિહંત છે. બીજાની આરાધના કરવાની જરૂર નથી, પરંતુ કર્મક્ષય ન થાય ત્યાં સુધી શ્રી નવકાર મહામંત્રની આરાધના અવશ્ય કરવાની છે. પ્ર. અગિયાર અંગ, બાર ઉપાંગ, ચૌદપૂર્વ આદિ ને ધારણ કરનાર સાધુ-ભગવંતને છેલ્લી વખતે પણ શ્રી નમસ્કાર–મહામંત્ર ગણવાની જરૂર કેમ? વર્ષ-૧ પૃ-૧૦૪ ઉ. અંગઉપાંગાદિનું જ્ઞાન ધરાવનાર સાધુ ભગવંતેને તે જ્ઞાનના કારણે ચારિત્રમાં નિર્મળતા વધારે રહે, પણ તેથી શ્રી નમસ્કાર મહામંત્રની ઉપગિતા ઘટતી નથી, જીવનની છેલ્લી ઘડી આવે ત્યારે ન તે અગિયાર અંગ, કે ન તે બાર ઉપાંગ કે ન તે, ચંદપૂર્વ કામ કરે ! તે વખતે ચંદપૂર્વને સાર શ્રી નવકાર કામ કરે આ, ૧૧

Loading...

Page Navigation
1 ... 177 178 179 180 181 182 183 184 185 186 187 188