________________
આગમોત તે તેવાઓને થાય કે જેઓ ચિન્તામણિરત્નની વિધિપૂર્વક આરાધના કરે ! જો કે ચિન્તામણિરત્નને ભક્તની આરાધનાથી કંઈ મેળવવાનું નથી, ભક્તિ કરનાર ઉપર કંઈ રાગ નથી, તેમજ ભક્તિ નહિં કરનાર ઉપર દ્વેષ નથી, તે પણ સ્વભાવથી ચિન્તામણિરત્ન આરાધકને ભાગ્યશાળી બનાવે છે, અને ભક્તિ રહિત તથા વિરોધને નિભાંગીયા કહેવા દે છે. તેવી રીતે ભગવાન જિનેશ્વર મહારાજની હયાતી માત્ર જગને તારનારી થતી નથી, પરંતુ તે અરિહંત ભગવાનની પૂજાભક્તિ-ધ્યાન-જપ-નમસ્કાર કરવામાં, આવે તેમજ વીતરાગ મહારાજને ભક્તિની અભિલાષા નહિં છતાં, ભક્તિ કરનાર ઉપર રાગ નહિં કે અભક્તિ કરનાર ઉપર દ્વેષ નહિં છતાં, ભક્તિ કરનારને સમ્યગ્દર્શનાદિ રત્નત્રયીથી ભાગ્યશાળી બનાવે છે અને ભક્તિ નહિં કરનાર કે અભકિત કરનારને મિથ્યાત્વરૂપી નિર્ભાગ્ય દશામાં રહેવાને જ વખત થાય છે. અરિહંત ભગવંત અને ચાર નિક્ષેપ.
આ વાત સમજવામાં આવશે ત્યારે શ્રી સિદ્ધચક માં પહેલા પદે અરિહંત મહારાજ કરતાં પણ નમસ્કારનું અમે પદ પહેલાં કેમ મૂકયું છે? એનું તત્ત્વ સમજી શકાશે. યાદ રાખવું કે સૂત્રકારોએ પણ રિહંતાણં ણમો એમ નહિ કહેતાં અને હું તો એમજ સ્થાને સ્થાને કહેલું છે, અને એ ઉપરથી અરિહંત મહારાજાથી ફળની પ્રાપ્તિ અરિહંત મહારાજની હયાતી માત્રથી નથી, પરંતુ તેમની ભક્તિથી છે, આટલું જણાવી એ મો મહૅિતા માં ચારે નિક્ષેપ કેવી રીતે રહ્યા છે તે ઉપર વિચાર કરીશું.
નમો અતિti ને ગણનારે દરેક મનુષ્ય સારી રીતે સમજી શકે તેમ છે કે-અરિહંત એ શબ્દ અક્ષરના અનુક્રમવાળે છે, અને તેથી તે વાચ્ય નથી, પણ વાચક છે. અને એવા અનુક્રમે અક્ષરવાળા વાચકને જ નામ કહેવામાં આવે છે. જો અર્દિતા પદને ગણનારે મનુષ્ય જે અરિહંત પદ દ્વારા નમસ્કાર કરે છે તે જે