Book Title: Agam Jyot 1977 Varsh 13
Author(s): Agmoddharak Jain Granthmala
Publisher: Agmoddharak Jain Granthmala

View full book text
Previous | Next

Page 158
________________ પર આગમજાત રાજા જૈનધર્મને જાણનારે કે માનનાર હતું નહિ. પણ ફક્ત શિવભૂતિના પ્રેમનેજ જાણનારે હતું, અને તેથી સાધુઓને નહિ કલ્પતું રત્નકંબલ દેવાને તૈયાર થયે અને તે પણ શિવભૂતિને દેવા તૈયાર, નહિ કે તેમના ગુરુ મહારાજ કે જેઓ આચાર્ય હતા, તેમને આવી રીતે જૈન ધર્મને અજાણ્યો અને કેવળ શિવભૂતિ ઉપર સ્નેહરાગ ધરનાર રાજા નિને નહિ ખપતું એવું રત્નકંબલ શિવભૂતિને આપે તેમાં કાંઈજ આશ્ચર્ય નથી. રત્નકંબલ ઉપર શિવભૂતિની મૂચ્છ વળી સર્વશાસ્ત્રોમાં એ પણ એક સરખી રીતે અને સત્યપણે લખાયું છે કે તે રત્નકંબલ ઉપર શિવભૂતિને ઘણીજ મૂચ્છ થઈ સ્વાભાવિકરીતે એ સંભવિત છે કે જેવી વસ્તુ બીજા સાધુઓ વાપરતા ન હોય અને તે વસ્તુ પિતાને મળે અને તેમાં પણ રાજા તરફથી, રાજાએ ભક્તિ તરીકે અપૂર્વ ચીજ આપેલી હોય અને તે ગ્રહણ થઈ હોય તે તે ચીજ શિષ્યની વિનયવૃત્તિને છેડીને સ્વતંત્રપણે રાખવાનું મન થાય અને તેવી રીતે આવેલી તેવી અપૂર્વ ચીજમાં અવિહડપણે રાગ રહે. આ સ્વભાવને જ્યારે વિચારીએ ત્યારે શ્વેતાંબરશાસ્ત્રમાં સર્વત્ર શિવભૂતિએ તે રત્નકંબલને વીટીઆમાં રાખ્યું, એમ જે કહેવામાં આવે છે તે ઘણું જ સાચું અને યોગ્ય છે. શિવભૂતિની મમતાનું સ્થાન રત્નકંબલ ને તેને નાશ દીક્ષા લેનારે મનુષ્ય જે કે પિતાના આત્માને ભયંકર સંસાર–દાવાનળથી બચાવવા માટે તૈયાર થએલું હોય છે, અને તેથી પ્રથમ તે દીક્ષિત થનાર પોતેજ પિતાના પરિણામથી કર્મ– બંધના કારણોથી દૂર રહે છે, અને તેથી માયા-મમતાને કરતે નથી, પણ ક્ષાપથમિક ભાવમાં રહેલ આત્મા તે પરિણતિ સતત અંશે કર્મના ઉંદયને લીધે ટકાવી શકે નહિ, અને જે વખતે તે

Loading...

Page Navigation
1 ... 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188