________________
૫૬
આગમત
કરી શકાય છે. ત્યારે આચાર્યની પ્રતિમા હોય તે તે પ્રતિમા દ્વારા તે તે પ્રતિષ્ઠિત કરવામાં આવેલા આચાર્યની મુખ્યતા એ આરાધના થાય છે, અને તેથી કેઈપણ ચૈત્યમાં મૂલનાયકજીરૂપ પ્રતિમાનું ચૈત્યવંદન કર્યા પછી જ, જે કિંચિ. કહીને બીજી પ્રતિમાઓનું વંદન કરવાનું જુદું સૂત્ર કહેવાનું રહે છે.
અર્થાત્ પ્રતિમા દ્વારા થતી આરાધનાથી કેવળ તેજ પ્રતિમા (નહિ કે તેમની બીજી પ્રતિમા) અને તેમાં પ્રતિષ્ઠિત થયેલે જ ભાવનિક્ષેપ માત્ર આરાધ્ય થાય છે. જ્યારે ભાવનિક્ષેપના આરાધનથી સર્વ ભાવનિક્ષેપોનું આરાધન થઈ જાય છે.
આવા કારણથી શકેંદ્ર મહારાજે વગુલિ નામના શ્રાવકને ભગવાન મલ્લીનાથજીની પ્રતિમાની પૂજા કરવા જતાં સાક્ષાત શ્રમણ ભગવાન મહાવીર મહારાજા જે ઇશ્વસ્થપણમાં કાઉસગ ધ્યાને રહેલા હતા. તેમની ભક્તિ, બહુમાન, પૂજા કરવા પ્રેરણા કરી.
આ ઉપરથી સમજી શકાશે કેવળજ્ઞાન પામી, તીર્થ પ્રવર્તાવી મેક્ષને પામેલ. એવા મલ્લીનાથ ભગવાનની પ્રતિમા કરતાં કેવળ જ્ઞાન નહિ પામેલા, હજુ તીર્થ જેણે પ્રવર્તાવ્યું નથી, અને મેક્ષ મેળવ્યું નથી એવા શ્રમણ ભગવાન મહાવીર મહારાજની અધિકતા જણાવી, તે પછી ભાવાચાર્યની પ્રતિમા કરતાં ખુદ ભાવાચાર્યની આરાધના અત્યંત અધિક હોય છે એ સ્વાભાવિક છે.
શાસ્ત્રકાર મહારાજે આચાર્યપદના આરાધનાના વિધાનમાં વંદનને વિધિ પ્રથમ નહીં જણાવતાં પ્રથમ ભક્તિ અને બહુમાન જણાવ્યાં તેથી એમ સૂચિત થઈ શકે છે કે આરાધન કરનાર મનુષ્ય અરિહંત ભગવાન અને સિદ્ધ મહારાજની પૂજા આદિકની માફક આચાર્ય ભગવંતના ભક્તિ અને બહુમાન અત્યંત જરૂરી આદરવાં જોઈએ, અને એજ સૂચના જે વ્યાજબી ગણીએ તે એમ કહેવું જોઈએ કે ભક્તિ, બહુમાનનું કર્તવ્ય ભાવાચાર્ય દ્વારાએજ બજાવી શકાય.
પ. પુ. આગમે. આચાર્યદેવશ્રીકૃત તપ અને ઉલ્લાપન” (નવી આવૃત્તિ) પા. ૧૩૦માંથી