________________
આચાર્યની પ્રતિમા દ્વારા આરાધના કેમ નહિં ?
વળી એ પણ વાત ધ્યાનમાં રાખવાની છે કે- અરિહંત ને સિદ્ધપદની આરાધનામાં પ્રતિમા ભરાવવી, પૂજા કરવી, વંદન કરવું એ વિધાન તરીકે જણાવ્યું છે ત્યારે આચાર્યપદની આરાધનામાં પ્રતિમા કરાવવી પૂજા કરવી કે ધ્યાન કરવું વિગેરે શુશ્રષાના વિધાને લીધેલા નથી. તે જ સ્પષ્ટ કરે છે કે
આચાર્યપદનું આરાધન કરનારાએ સાક્ષાત્ આચાર્યનું ભક્તિ-બહુમાન આદિ કરવું તે જ આરાધના ગણાય–અર્થાત્ અરિહંત અને સિદ્ધપદની આરાધનામાં જેવી પ્રતિમા દ્વારા આરાધના કરવામાં સાધનતા ગણી આશાતના વજન માન્યું છે, તેવી રીતે આચાર્યદિક પદમાં નથી માન્યું.
તેમાં એ પણ તત્વ હોય કે-એક ક્ષેત્રમાં જેમ સર્વકાળે તીર્થકર હોતા નથી તેમ અનેક તીર્થકરે પણ એકીકાળે હતા નથી. પણ આચાર્યે સર્વદા નિયમિત હોય છે અને એકેક ક્ષેત્રે અનેક ભાવાચાર્યો હોવાનું સંભવ છે. છતાં જે ઈતર ભાવાચાર્યોની અવજ્ઞા ન હોત તે કોઈપણ એક ભાવાચાર્યના ભક્તિ, બહુમાન આદિથી આચાર્યપદનું આરાધન થઈ શકે છે. એટલે કે આચાર્યના ગુણ દ્વારા એકપણ ભાવાચાર્યનું આરાધન અઢીદ્વીપમાં રહેલા સકલ ભાવાચાર્યને આરાધનારૂપ છે અને એકપણ ભાવાચાર્યની અવજ્ઞા અને અબહુમાન કરવા તે સકલ જગતના ભાવાચાર્યની અવજ્ઞા અને અબહુમાન કરવા જેવાં નુકસાનકારક છે.
તેથી શાસ્ત્રકારે કહે છે કે, “પ્રશ્ન પૂરજ સર્વે તે પૂર્ણ તિ” અર્થાત્ એક ભાવાચાર્યની પૂજા કરવાથી સકળ જગતના ભાવાચાર્યોનું પૂજન થાય છે. અર્થાત્ ભાવાચાર્યના વંદન, બહુમાન આદિ દ્વારા એ સાક્ષાત્ સર્વ ભાવાચાર્યોના ભક્તિ, બહુમાન આદિનું ફળ પ્રાપ્ત