Book Title: Agam Jyot 1977 Varsh 13
Author(s): Agmoddharak Jain Granthmala
Publisher: Agmoddharak Jain Granthmala

View full book text
Previous | Next

Page 176
________________ સં.] માં શ્રી નમસ્કાર મહામંત્ર અંગે - પૂ. આગાદ્વારકશ્રીના ચિંતનાત્મક ખુલાસાઓ (પ્રશ્નોત્તરરૂપે) [ પૂ. આગમ દ્ધારક આચાર્ય દેવશ્રીએ “શ્રી સિદ્ધચક” (વર્ષ ૧) માં ચતુવિધ શ્રી સંઘના પ્રશ્નોના ખુલાસારૂપે જે પ્રશ્નોત્તરે પ્રગટ કરાવેલા, તેમાંથી પૂ. આગમ દ્વારકશ્રીના વ્યાખ્યામાંથી શ્રી નમઃ મહામંત્રને લગતા ખુલાસાઓ વિવેકી વાચકના હિતાર્થે સંકલિત કરી રજુ કર્યા છે. આ સંકલન જામનગરના વિદ્વાન શ્રેષ્ઠી સ્વ. શ્રી અમૃતલાલ કાળીદાસ દોશીએ કરાવેલ તે પરથી સંકલિત કરી રજુ કરવામાં આવે છે. પ્ર. ૬૮ અક્ષરમય શ્રી નવકાર મહામંત્ર ગણવા કરતાં ૩ નમ: પાર્શ્વનાથાય જે ટૂંક મંત્ર ગણીએ તે શું તેની (નવકાર મંત્રની) અવગણના થાય ખરીકે ? વર્ષ ૧ પૃ. ૩૦૭ પ્રશ્ન ૩૪૭ ઉ. હા! નવકાર મંત્રની અવગણના જરૂર થાય છે. શ્રી નવકાર મંત્રના જે સારા સંસ્કાર પડી જાય તે ભવાંતરમાં જિનધર્મની સરળતાથી પ્રાપ્તિ થાય છે. તેથી આ મહામંત્રને જપ કરવાને બદલે 9% વાળા કેઈ પણ મંત્રને જપ કરવા કહે, તેમાં શ્રી નવકારની અવગણના છે. ' અહીં એક વાત ધ્યાનમાં લેવા જેવી છે કે શ્રી સિદ્ધસેન દિવાકર સૂરિજીએ તે ફકત શ્રી નવકાર મહામંત્રને સંસ્કૃતમાં ટૂંકાવી નાખવા વિચાર કર્યો તેમાં તેમને પારાંચિત નામનું પ્રાયશ્ચિત આવ્યું હતું.

Loading...

Page Navigation
1 ... 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188