________________
૫૦
આગમત
દિગંબરના દેવસેનના રચેલા “દર્શનસાર સિવાયના કોઈ પણ શાસ્ત્રમાં વિક્રમ સંવત ૧૩૬ માં દુષ્કાળ પડવાથી વલ્લભીપુરમાં શ્વેતાંબરમત ઉત્પન્ન થયે તે લેખ નથી, અને દર્શનસારના કર્તા દેવસેન સાતમી સદીમાં તે શું પણ વીર મહારાજની બારમી-તેરમી સદીથી પણ પછી થએલા છે, એટલે કહેવું જોઈએ કે વેતાંબરના પિકારથી બળેલા દેવસેનને તે બેટી ઉત્પત્તિ લખવાની ફરજ પડી.
વેતાંબરમાં આવશ્યક નિર્યુક્તિ, ઉત્તરાધ્યયન. નિર્યુક્તિ, વિશેષાવશ્યકભાષ્ય અને તેની ચૂર્ણિ, વૃત્તિઓ વિગેરે કેટી સ્થાનમાં દિગંબરની ઉત્પત્તિ આપવામાં આવી છે, અને તે સર્વ સ્થાને ક્ષેત્ર, કાળ અને કારણે એક સરખાં આપવામાં આવેલાં છે, અને તે ગ્રન્થ દેવસેન કરતાં પણ ઘણું ઘણું પહેલાંના રચાયેલા તથા પુસ્તકારૂઢ થએલા છે, અને દેવસેનની અપેક્ષાએ જે પિતે નવી કલ્પના કરી હોય, પહેલાંના કેઈએ તે કલ્પના ન કરી હોય, તે તે એમ કહેવું જોઈએ કે બારમી–તેરમી સદી પછી અત્યંત અકળાઈને દેવસેને ગ૫ ચલાવી કે જે ગપ ઉપર જણાવેલા વેતાંબરના શાસ્ત્રોની રચના કરતાં ઘણું પાછળની ગણાય. દિગંબર મતને ઉત્પન્ન થવાનું કહેનારા મધ્યસ્થ તે સત્ય કેમ ?
કવેતાંબર શાસ્ત્રોમાં દિગંબરની ઉત્પત્તિનું જે કારણ જણાવવામાં આવે છે તે તત્વજ્ઞ પુરૂષને “દિગંબરોને વસ છોડવામાં મેગ્ય કારણ છે” એમ માલમ પડ્યા સિવાય રહેશે નહિ.
પ્રથમ તે તાંબરનાં સર્વ શાસ્ત્રો દિગંબરમતના આદ્ય. પ્રવર્તકને ઘણું જ શૂરવીર દ્ધો હોય તેમ જણાવે છે, એટલું જ નહિ પણ તેને રથવીરપુરના રાજાને ઘણું જ માનીતે સરદાર હતું એમ સ્પષ્ટ શબ્દોમાં રાગ જાહેર કરે છે.
જે વેતાંબરોએ દિગંબરની ઉત્પત્તિ કલ્પિત રીતે કહી હતી