________________
૪૮
આગમત
એટલે કૌડિન્ય (કુન્દકુન્દ) અને કેટ્ટવીર દિગંબરની પરંપરાને પ્રવર્તાવનારા છે, એમ ચકખું જણાવ્યું છે, જ્યારે દિગંબરેએ Aવેતાંબરમતને ઉત્પન્ન કરનાર આચાર્યનું નામ લખ્યું નથી, તેમજ તેની પરંપરા કયાંથી શરૂ થઈ, એ પરંપરા શરૂ કરનારનું નામનિશાન પણ આપ્યું નથી. કલ્પનાથી શ્વેતાંબરેને નવા કેમ કહેવા પડયા?
આ ઉપરથી બારીક દષ્ટિએ જેનારને સહેજે માલમ પડશે કે સાતમી સદી પછી જ્યારે કાઠિયાવાડમાં જૈનેનું કેન્દ્ર થયું અને ‘દિગંબરોને પ્રચાર દક્ષિણ તરફ કે જ્યાં માત્ર સંપ્રતિ મહારાજની વખતે ધર્મને પ્રચાર હતું, ત્યાં એક ભાગમાં જવાનું થયા પછી
જ્યારે કવેતાંબરે તરફથી તેમના મતને જૈનશાસનથી બહાર હોવાને પિકાર જાહેર થયે, ત્યારે જ તે દિગંબરોને તે સત્ય પિકારના પ્રત્યાઘાત તરીકે વિકમની બીજી સદીમાં કાઠિયાવાડના વલ્લભીપુરમાં
વેતાંબરેની ઉત્પત્તિ કહેવી પડી, પણ તેઓ ઘણે દૂર કાળે અને દૂર ક્ષેત્રે રહીને કલ્પિત રીતે શ્વેતાંબરની ઉત્પત્તિ કહેવાવાળા હોવાથી શ્વેતાંબર મતને ઉત્પન્ન કરનાર આચાર્યનું નામ કહી કે લખી શક્યા નહિ. પધિ-ઉપકરણને નિષેધ કરનાર કુંદકુંદ
વળી એ વાત પણ ધ્યાનમાં રાખવાની છે કે –
વર્તમાન કાળમાં વર્તતા દિગંબર સાહિત્યમાં સાધુને ઉપાધિ નહિ રાખવાને મૂળથી ઉપદેશ શરૂ થતું હોય તે તે કુંદકુંદાચાર્યના દનપ્રાત” વિગેરે ગ્રંથની પછીને જ છે, અર્થાત્ કહેવું જોઈએ કે કુંદકુંદાચાર્ય કે જે શિવભૂતિના મુખ્ય અને પ્રથમ શિષ્ય હતા, તેમણે જ સંયમસાધન ઉપાધિનું ખંડન કરવાની શરૂઆત કરી, અને ત્યાંથી તે દિગંબરમતની જડ પેઠી. દિગંબરેએ જણાવેલ કારણની કલિપતતા
વળી દિગંબર શ્વેતાંબરની ઉત્પત્તિ માટે જે કારણ જણાવે છેતે કેવળ કલ્પિત અને બાળકોને પણ હસવા જેવું લાગે છે.